GPSCના ઉમેદવારો માટે મોટા સમાચાર, 2024નું ભરતી કેલેન્ડર જાહેર

ખબરી ગુજરાત ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

GPSC Recruitment 2024 : GPSC તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે.

આ પણ વાંચો : OnePlusએ લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન, કિંમત માત્ર આટલી

PIC – Social Media

GPSC Recruitment 2024 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ આજે 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. વર્ષ 2024 માટે GPSC વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1,2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ-1,2ની 100 જગ્યા જાહેર કરવામાં આવી હતી. જ્યારે 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. આજે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરાયું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાહેરાત અનુસાર સંભવિત 1625 જગ્યાઓ પર ભરતીનું વર્ગકરણ નીચે મુજબ છે. તેમાં વધઘટ થઈ શકે છે.

મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધનીય છે કે અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 43 હજાર ખાલી જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898નો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.