Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે.

Gondal: શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

ખબરી ગુજરાત મનોરંજન

Dinesh Rathod, Gujarat, Khabri Media
Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે. ગોંડલમાં તારીખ 3 અને 4 નવેમ્બરે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવ-2023નું આયોજન નેશનલ હાઇવે પર માર્કેટ યાર્ડની બાજુમાં સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટમાં એક ખોડિયાર માતાજીનું મંદિર બનવવામાં આવશે. સતત છઠા વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતા ખેલૈયાઓ માટે રાસ રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

સતત છઠ્ઠા વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ગોંડલ દ્વારા બાય બાય નવરાત્રીનું સતત છઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં 100 થી વધુ કાર્યકર્તા નવરાત્રીમાં સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થી સમિતિ અને મહિલા સમિતિ દ્વારા અલગ અલગ જવાબદારી પૂર્વક કામગીરી કરતી રહે છે. રાત્રીના 7.30 કલાકે માતાજીની આરતી પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવશે. અને ત્યારબાદ ખેલૈયાઓ દ્વારા રાસ રમવામાં આવે છે.

ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ બાય-બાય નવરાત્રીના મહોત્સવમાં ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેમાં સિંગર માર્ગી પટેલ, દેવ ભટ્ટ, આરતી ભટ્ટ, ઓરકેસ્ટ્રા આરીફ ચીના અને એન્કર હાર્દિક સોરઠીયા ખેલૈયાઓને રાસ ગરબા રમાડશે. દાંડિયારાસના ગ્રાઉન્ડમાં સમગ્ર એરીયાને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યું છે. તેમજ બાઉન્સર સાથે સિક્યુરિટીની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ફાયર સેફ્ટીની પણ તકેદારી રાખવામાં આવી છે. 

ખેલૈયાની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ઊભું કરાયું, એક કરોડની એક્સીડેન્ટ પોલિસી લેવામાં આવી

આરોગ્ય માટે એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. ત્રણ જેટલી એમ્બ્યુલન્સ પર સ્થળ પર જ રાખવામાં આવશે. જેથી કોઈપણ ખેલૈયાને મેડિકલ ઈમરજન્સી થાય તો તાત્કાલિક સારવાર મળી રહેશે. આ વખતે ખોડલધામ દ્વારા જે તે વ્યવસ્થા કમિટીને જે તે વિસ્તારના લેઉવા પટેલ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું Indian Navyએ કર્યું પરીક્ષણ

લેઉવા પટેલ સમાજના જ આગેવાનો નાની મોટી સેવાકીય સંસ્થામાં જોડાયેલા તમામ લોકોને આમંત્રણ આપી તેના સ્વાગત સન્માન કરવામાં આવશે. એક્સીડેન્ટ પોલિસી પણ એક કરોડની KDVS ગ્રુપ દ્વારા લેવામાં આવી છે. કાર્યક્રમમાં 2 ભવ્ય એલઇડી સ્ક્રીન, સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ગોંડલ, રાજકોટ, જેતપુર, જસદણ, જૂનાગઢ, અમદાવાદથી આવેલા ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે.