Online payment : વગર ટિકિટે મુસાફરી કરનાર લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેમ કે હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. એક એપ્રિલથી રેલવે દ્વારા મોટો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 6 ચીની નાગરિકોના મોત
Online payment : વગર ટિકિટે મુસાફરી કરનાર લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેમ કે હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. એક એપ્રિલથી રેલવે દ્વારા મોટો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આમ, તો મોટા ભાગના લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરતા હોય છે. યાત્રિકોની યાત્રાને સુખદ અને સુવિધાયુક્ત બનાવા માટે રેલવે દ્વારા ઘણાં ફેરફાર કવરામાં આવ્યાં છે. આવો જ એક નિયમ 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે. જેમાં તમારે ટિકિટથી લઈ ભોજન અને દંડથી લઈ પાર્કિંગ સુધી ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પરંતુ જે મુસાફર વગર ટિકિટે પકડાશે તેની પાસે રેલવે હવે ક્યુઆર કોડ સ્કેન કરાવીને દંડ વસુલ કરશે. આ નિયમ અનુસાર મુસાફરોને સુવિધાઓ પણ મળશે. ઘણી વખત જોવા મળે છે. વગર ટિકિટે મુસાફરી કરતા પકડાતા યાત્રીકો પાસે તેનો દંડ વસુલવામાં આવે છે. ત્યારે મુસાફરો કેશ ન હોવાનું કહે છે. પરંતુ હવે ડિઝિટલ પેમેન્ટ કરી જેલ જવાથી બચી શકે છે. તેના માટે રેલવે ચેકિંગ સ્ટાફને હેંન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન પણ આપશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
એટલે કે ટીટીઈ કોઈ પણ મુસાફર પાસેથી ઓનલાઇન દંડ વસુલ કરી શકશે. તેના માટે મુસાફરોએ મશીનમાં લાગેલા ક્યુઆર કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરવો પડશે. તે સિવાય ટિકિટ ચેકિંગ સ્ટાફ પર લગાવામાં આવતા જબરદસ્તીથી વસુલીના આરોપોથી પણ બચી શકાશે. ક્યુઆર કોડથી પાર્કિંગ, ફૂડ કાઉન્ટર્સ પર પેમેન્ટ કરી શકશો. તેનાથી તે મુસાફરોને ફાયદો થશે જેઓ પોતાની સાથે કેશ રાખતા નથી.