Jagdish, Khabri Media Gujarat
ClearFake: સોશિયલ મીડિયામાં જાણીતી સેલિબ્રિટીને શિકાર બનાવી ડીપફેક વિડિયો વાયરલ થયા બાદ આ મુદ્દો ભારે ગરમાયો છે. આ અંગે કેન્દ્ર સરકારે કંપનીઓને તેના પર કાર્યવાહી કરવા અને કડક નિયમો બનાવવાનો આદેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો : કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો, બાળકો પર મોટી ઘાત
ડીપફેકને લઈ કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ લોકોને ચેતવણી આપી ચુક્યાં છે. AIનો ખોટી રીતે ઉપયોગ કરી ફેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કાર્યવાહી કરવા અને કડક કાયદો બનાવવા આદેશ કર્યો છે. કંપનીએ આ દિશામાં કામ શરૂ પણ કરી દીધુ છે. ત્યારે હવે ClearFakeને લઈ લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે.
ClearFake શું છે?
ClearFake ફેક પણ DeepFake જેવું જ છે. આમાં પણ ઠગ AI દ્વારા વિડિયો, ફોટો, વેબસાઇટ વગેરેનો ઉપયોગ કરી લોકોને પોતાનો શિકાર બનાવે છે. તેના દ્વારા લોકોને ખોટી માહિતી, વિડિયો, ફોટો અને માલવેઅર પહોંચાડવામાં આવે છે.
ClearFakeના ઉપયોગથી ઠગ લોકો સિસ્ટમમાં વાયરસવાળા સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાવી રહ્યાં છે અને પછી તેઓની ખાનગી જાણકારીની સિસ્ટમમાંથી ચોરી કરે છે.
આ વર્ષની શરુઆતમાં નિષ્ણાંતોએ એક નવા સાયબર જોખમ macOS સ્ટીલરની શોધ કરી હતી. જે એક શુદ્ધ માલવેઅર છે. જે ખાસ કરીને એપ્પલ ઉપયોગકર્તાઓને ટાર્ગેટ કરે છે. એકવાર તે યુઝર્સના સિસ્ટમમાં ઈન્સ્ટોલ થઈ જાય તો તમામ સંવેદનશીલ જાણકારી કાઢી શકે છે. જેમાં, iCloud કિચેન પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વિવરણ, ક્રિપ્ટો વોલેટ તેમજ અન્ય ફાયલોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો
આ માલવેઅર પહેલાથી જ યુઝર્સ માટે જોખમરૂપ છે પણ હવે ClearFake દ્વારા માલવેઅરને લોકોના સિસ્ટમમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. ક્લિઅર ફેકનો ઉપયોગ ઠગ લોકો હવે ફેક વેબસાઈટ બનાવી રહ્યાં છે અને યુઝર્સને બ્રાઉઝર અપડેટ કરવાનું સુચન કરે છે. આ વેબસાઈટ અને પ્રોંપ્ટ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યાં છે કે યુઝર્સને લાગે છે કે આ વેબસાઈટ બિલકુલ અસલી છે. અને તે કમ્પ્રોમાઈઝ્ડ બ્રાઉઝર જેમાં જાવા સ્ક્રિપ્ટ કોડ હોય છે, તેને ઈન્સ્ટોલ કરી લે છે. એએમઓએસ સિસ્ટમમાં ઈન્સ્ટોલ થતા જ તે તમામ જાણકારી ભેગી કરવા લાગે છે અને ત્યાંથી જ યુઝર્સની પ્રાયવસી ખતમ થવા લાગે છે. જાણકારી મેળવ્યા બાદ આ ઠગ અલગ અલગ રીતે લોકોને શિકાર બનાવે છે.
કઈ રીતે બચી શકાય?
સાયબર હુમલાથી બચવા માટે સોફ્ટવેર હંમેશા સત્તાવાર વેબસાઈટમાંથી જ ડાઉનલોડ કરો. કોઈપણ થર્ડ પાર્ટીમાંથી સોફ્ટવેઅર ક્યારેય ઈન્સ્ટોલ કરવો નહિ.
પોતાના સોફ્ટવેઅરને અપટુ ડેટ રાખો
એવી એપ્સ જે macOS ગેટકિપર સુરક્ષાને બાયપાસ કરવા માટે કરે છે તેનાથી પણ સાવધાન રહો અને ઈન્સ્ટોલ ન કરો.