Emmy Awards 2023: વીર દાસ અને એકતા કપૂરે રચ્યો ઈતિહાસ

ખબરી ગુજરાત મનોરંજન

Jagdish, Khabri Media Gujarat

Emmy Awards 2023: વીર દાસ (Vir Das)ને બેસ્ટ યુનિક કોમેડી માટે ઈન્ટરનેશનલ એમી એવોર્ડ (Emmy Awards) થી સન્માનિત કરાયો છે. એમી એવોર્ડ્સમાં સન્માન મેળવી વીર દાસે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. એકતા (Ekta Kapoor)ને ઈન્ડિયન ટેલિવિઝનમાં પોતાના યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : યુવાનોમાં હાર્ટ એટેકને લઈ ICMRના અભ્યાસમાં મોટો ખુલાસો

બેસ્ટ યુનિક કોમેડી માટે મળ્યો એવોર્ડ

ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023માં એક્ટર વીર દાસે ઈતિહાસ રચ્યો છે. બેસ્ટ યુનિક કોમેડી માટે તેઓને આ ઈન્ટરનેશન એવોર્ડ મળ્યો છે. એક્ટરના નેટફ્લિક્સ સ્પેશિયલ વીર દાસ – લેન્ડિંગ માટે યુનિક કોમેડી સ્પેશિયલ કેટેગરી એવોર્ડ મળ્યો છે. વીર દાસે Derry Girls Season 3ની સાથે પોતાનો એવોર્ડ શેઅર કર્યો હતો.

વર્ષોથી એક્ટર પોતાના યુનિક કોમિક જોનરમાં શાનદાર પરફોર્મ કરતા આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીર દાસને ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યાં છે. વીર દાસ-લેન્ડિંગમાં, અભિનેતાએ રાજકીય પરિપ્રેક્ષ્યમાં ભારતીય-અમેરિકન સંસ્કૃતિના આંતરછેદ વિશે વાત કરી છે. એક એવો વ્યક્તિ જેનો ભારતમાં જન્મ થયો છે અને અમેરિકામાં મોટો થયો છે. ફિલ્મને વીર દાસે પોતે ડાયરેક્ટ કરી છે.

આ પણ વાંચો : Vibrant Gujarat : ગુજરાતમાં યોજાશે પ્રિ- વાયબ્રન્ટ ટેક્ષટાઈલ સમિટ

PIC – Social Media

વીર દાસે એવોર્ડ જીત્યા બાદ કહ્યું કે આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કાર મેળવતા હું ખુબ આભારી છું. તે મારી ટીમ અને નેટફ્લિક્સને સમર્પિત છે જેના વિના આ શક્ય નહોતું. આ યાત્રા અસાધારણ રહી છે. આ પુરસ્કાર મારા કામની માન્યતા જ નહિ પણ ભારતની વિવિધ કથાઓ અને અવાજોનો ઉત્સવ છે. કથાઓ કે જે આપણને હસાવે છે. પ્રતિબિંબિત કરે છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, આપણને એક કરે છે. આ ભારત માટે, ભારતીય કોમેડી માટે અને કલાકારોના સમુદાય માટે છે.

એકતા કપૂરને મળ્યું ખાસ સન્માન

એમી એવોર્ડ્સમાં એકતા કપૂરને પણ ખાસ સન્માન આપવામાં આવ્યું હતુ. એકતાને આર્ટ અને એન્ટરટેઈન્મેન્ટની દુનિયામાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. તેઓને 2023 ઇન્ટરનેશનલ એમી ડાયરેક્ટોરેટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવનાર એકતા પહેલી ભારતીય નિર્માતા બની છે. આ એવોર્ડ મળતા જ તે ભાઉક થઈ ગઈ હતી. એકતાએ ઈન્સ્ટા પર એમી એવોર્ડનો ફોટો શેઅર કરતા લખ્યું કે, ઈન્ડિયા, હું તમારો એમી ઘરે લઈને આવી રહી છું.