Youtube પર ભૂલથી પણ સર્ચ ના કરતા આ કન્ટેન્ટ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ
Spread the love

ઇન્ટરનેટના જમાનામાં કોઈપણ માહિતી મેળવવી હોય તો આપણે ગૂગલ કે યુટ્યુબ પર સર્ચ કરતા હોઈએ છીએ. યુટ્યુબ આપણને ઘણી સરળતાથી સમસ્યાનો ઉકેલ આપી દે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે યુટ્યુબ પર કેટલાક ખાસ કન્ટેન્ટ સર્ચ કરવાનો પ્રયત્ન કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ પણ વાંચો – એક અજાણ્યો કોલ અને મુંબઇ પોલીસ દોડતી થઈ ગઈ

PIC – Social Media

યુટ્યુબ આજના સમયે સૌથી મોટુ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. આપણે જ્યારે પણ કોઈ ટોપિક વિશે જાણવા કે શીખવા માટે યુટ્યુબનો સહારો લઈએ છીએ. યુટ્યુબ પરમાં અસંખ્ય વિડિયો કન્ટેન્ટ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક સારા તો કેટલાક ખરાબ ટોપિક મળી જાય છે. આમ તો યુટ્યુબ પર કોઈપણ વસ્તુ સર્ચ કરવાથી તમને કોઈ રોકી શકતુ નથી. પરંતુ શુ તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલો તમને આખી જિંદગી મુશ્કેલીમાં મુકી શકે છે.

YouTube એક ફ્રી વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. આપણે આપણી મરજી પ્રમાણે કોઈ પણ વિડિયો પ્લે કરી શકીએ છીએ. આમ તો તેનો ઉપયોગ કરવા માટે કોઈ રોક ટોક નથી. પરંતુ શું તમે જાણો છો કે એવા ટોપિક્સ પણ છે જેના વિશે સર્ચ યુટ્યુબ કે ગૂગલ પર સર્ચ કરવાથી આપણે સાઇબર સિક્યુરિટી સેલની નજરમાં આવી શકીએ છીએ. સાથે જ આપણી સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Youtube પર તમારે કેટલાક કન્ટેન્ટ કે ટોપિકને સર્ચ કરવાથી બચવુ જોઈએ. આવો અમે આપને જણાવી કે કઈ વસ્તુઓને યુટ્યુબ પર સર્ચ કરવાથી બચવું જોઈએ.

એડલ્ટ કન્ટેન્ટ સર્ચ ના કરો

યુટ્યુબ કે ગૂગલ પર નોલેજ, એન્ટરટેઈમેન્ટ, કોમેડી, હોરર કોઈપણ વિડિયો સરળતાથી પ્લે કરી શકાય છે. પરંતુ જો તમે યુટ્યુબ પર એડલ્ટ કેન્ટેન્ટ સર્ચ કરો છો તો તમારી સમસ્યા વધી શકે છે. તમારે યુટ્યુબ પર એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરવાથી બચવું જોઈએ.

હથિયાર બનાવવા સંબંધિત વિડિયો

જો તમે યુટ્યુબ પર હથિયાર બનાવા સંબંધિત વિડિયો સતત સર્ચ કરતા હોય તો સાઇબર સિક્યોરિટી સેલની નજરે ચડી શકો છો. તેને લઈ તમારી પૂછપરછ પણ થઈ શકે છે. જો તમે કોઈ યોગ્ય કારણ ન આપી શક્યા તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી તમારે આ પ્રકારના કન્ટેન્ટથી બચવું જોઈએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બોમ્બ બનાવવાની ટેકનિક વાળુ કન્ટેન્ટ

જો તમે યુટ્યુબ પર બોમ્બ કે અન્ય ખતરનાક હથિયાર બનાવવાની ટેક્નિક વાળા કન્ટેન્ટ સર્ચ કરતા હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાઇબર સેલ તમારી એક્ટિવિટી ટ્રેક કરી શકે છે. એટલુ જ નહિ આ સંબંધમાં તમારી પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. તમારે ભૂલમાં પણ આ પ્રકારનું કન્ટેન્ટ યુટ્યુબ કે ગૂગલ પર સર્ચ કરવું જોઈએ નહિ.

ચાઇલ્ડ ક્રાઇમ સંબંધિત વિડિયો

યુટ્યુબ પર તમારે ચાઇલ્ડ ક્રાઇમ રિલેટેડ વિડિયો સર્ચ કરવાથી પણ બચવું જોઈએ. આ પ્રકારના કન્ટેન્ટ રિલેટેડ વિડિયો સર્ચ કરવાથી તમારા પર આફત આવી શકે છે.