મુંબઈમાં દાઉદની હરાજી થઇ રહી છે હરાજ

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Dawood Ibrahim house Will Auctioned: સરકાર ટૂંક સમયમાં દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘરની હરાજી કરવા જઈ રહી છે. અત્યાર સુધી સરકાર આ આતંકવાદીની 11થી વધુ સંપત્તિની હરાજી કરી ચૂકી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના બાળપણના ઘરની 5 જાન્યુઆરી, શુક્રવારે હરાજી કરવામાં આવશે. ઘરની સાથે તેમના પરિવારની માલિકીની ત્રણ ખેતીની જમીનની પણ હરાજી કરવામાં આવશે. આ તમામ મિલકતો રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલી છે. આ તમામ મિલકતોને સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ (સેફેમા) હેઠળ જપ્ત કરવામાં આવશે. આવો જાણીએ અત્યાર સુધી દાઉદની કેટલી પ્રોપર્ટીની હરાજી થઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર છેલ્લા 9 વર્ષમાં દાઉદની 11 પ્રોપર્ટીની હરાજી થઈ ચૂકી છે. જેમાં 4.53 કરોડ રૂપિયાની રેસ્ટોરન્ટ, 3.53 કરોડ રૂપિયાના 6 ફ્લેટ અને 3.52 કરોડ રૂપિયાના ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે. છેલ્લી વખત 2020માં તેની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી. જેમાં 7 પૈકી 6 મિલકતોનું વેચાણ થયું હતું. આ તમામ 6 મિલકતો બે વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજ અને અજય શ્રીવાસ્તવે ખરીદી હતી.

જાણો, 08 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

પૈતૃક ગામમાં 13 મિલકતો હતી
મળતી માહિતી મુજબ, દાઉદ ઈબ્રાહિમની રત્નાગીરીના ખેડ જિલ્લામાં 13 પ્રોપર્ટી હતી. તેમાંથી 7ની 2020માં હરાજી કરવામાં આવી હતી. આ તમામ મિલકતોની કિંમત 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો આરોપી દાઉદ ઈબ્રાહિમ 1983માં પોતાના વતનથી મુંબઈ આવ્યો હતો. 1993માં બોમ્બ વિસ્ફોટો બાદ તે મુંબઈ છોડીને પહેલા દુબઈ અને પછી પાકિસ્તાન ભાગી ગયો હતો. આ વિસ્ફોટમાં 257 લોકોના મોત થયા હતા. જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો