CM પટેલે આસ્થા સ્પેશિયલ ટ્રેનને આપી લીલીઝંડી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Astha Special Train : ભારતના કરોડો હિન્દુ ભક્તોની આસ્થાના પ્રતિકસમા અયોધ્યામાં રામમંદિર દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની જનતાને અયોધ્યા પહોંચવામાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રેલવિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : જાણો, ગુજરાતને કુપોષણમુક્ત કરવા રાજ્ય સરકારે શું કર્યું?

Astha Special Train : અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati Railway Station) ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેન (Astha Special Train)ને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે 1400 શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યે ની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિર ના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામલલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.

સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.