CAA મુદ્દે 3 સપ્તાહમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

ખબરી ગુજરાત ગુજરાત

આગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી

નાગરિકતા સંશોધન કાપડો (CAA) ૨૦૧૯ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ ૨૦૦થી વધુ અરજીઓ પર આજે (મંગળવાર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે આદેશ આપ્યો કે, કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ કોર્ટે તેમને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.’ કોર્ટ આ કેસની સુનાવણી નવમી એપ્રિલે કરશે. સુપ્રીમમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ

અરજીઓનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે કુલ ૨૩૭ અરજીઓ છે. સ્ટે માટે ૨૦ અરજીઓ આવી છે. મને જવાબ આપવા માટે સમય જોઈએ છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “સ્ટે અરજીઓનો જવાબ આપવા માટે આ સમય ઘણો વધારે છે. જો નાગરિકતા અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો તેને પાછી લઈ શકાય નહીં. અમે અત્યાર સુધી રાહ જોઈ છે, તો અમે જુલાઈમાં કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોઈ શકીએ છીએ. આખરે ઉતાવળ શાની છે?’