Dinesh Rathod, Gujarat, Khabri media
Ahmedabad: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ (World cup final 2023) દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં સુરક્ષામાં ભંગ થયો હતો. ભારતની ઈનિંગની 14મી ઓવર દરમિયાન પેલેસ્ટાઈનનો સમર્થક મેદાનમાં ઘુસી આવ્યો હતો અને વિરાટ કોહલી (Virat Kohli)ને ગળે લગાવ્યો હતો. જો કે સુરક્ષાકર્મીઓએ તેને તરત જ હટાવી લીધો હતો.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
મેચ દરમિયાન આ પેલેસ્ટાઈનનો સમર્થક મેદાનમાં ઘુસી ગયો હતો. તેના ટી-શર્ટ પર ‘ફ્રી પેલેસ્ટાઈન’ લખેલું હતું. સ્ટેડિયમમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલા તેણે વિરાટ કોહલીને ગળે લગાડ્યો હતો. તે પ્રશંસકને તરત જ મેદાનમાંથી હટાવી દેવામાં આવ્યો અને કોઈ પણ વિલંબ કર્યા વિના મેચ ફરી શરૂ થઈ હતી.
અમદાવાદમાં ભરચક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘોંઘાટ વચ્ચે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે રવિવારે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?
વર્લ્ડ કપ (CWC23Final)માં ભારતીય ટીમ તમામ 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટની શરૂઆતમાં બે મેચ હાર્યા બાદ પુનરાગમન કર્યું હતું અને ત્યારબાદ સતત આઠ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારત તેનો ત્રીજો વર્લ્ડ કપ ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો છઠ્ઠી વખત આ ટ્રોફી જીતવાનો ઉદ્દેશ છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.