બીજેપી સંવિધાન બદલાવી લોકોને અધિકારોથી વંચિત કરશે : પ્રિયંકા ગાંધી

ખબરી ગુજરાત ગુજરાત

Lok Sabha Election : પ્રિયંકા ગાંધીએ વલસાડમાં ચુંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે “બીજેપી લોકોને નબળા પાડવા અને સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારોથી વંચિત કરી સંવિધાનને બદલવા માંગે છે.”

આ પણ વાંચો – 5 દિવસથી ક્યાં ગાયબ છે તારક મહેતાના સોઢી? CCTV આવ્યાં સામે

PIC – Social Media

Lok Sabha Election : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડની રેલીમાં બીજેપી પર ભારે પ્રહારો કર્યાં હતા. તેઓએ કહ્યું કે “જો બીજેપી સત્તામાં આવશે તો સંવિધાન બદલાવી નાખશે અને લોકોને તેના અધિકારીઓથી વંચિત કરી દેશે.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અનંત પટેલના સમર્થનમાં રેલી

પ્રિયંકાએ આદિવાસી બાહુલ્ય ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં એસટી અનામત વલસાડ લોકસભા બેઠર પરથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં આયોજિત રેલીમાં કહ્યું, “ભાજપ નેતા અને ઉમેદવાર કહી રહ્યાં છે કે સંવિધાન બદલાવી નાખશુ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો ઇનકાર કહી રહ્યાં છે. આ તેને રણનિતી છે.”

પીએમ મોદી પર કર્યાં પ્રહાર

કોંગ્રેસ નેતાએ કહ્યું, કે “શરૂઆતમાં તે હંમેશા ઇનકાર કરશે જે તે કરવા માંગે છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ તે તેને લાગુ કરશે. તે લોકોને નબળા પાડી સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારોથી વંચિત કરવા માટે સંવિધાનને બદલાવા માંગે છે.” તેઓએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે તે ચુંટણી દરમિયાન સુપરમેનની જેમ મંચ પર આવે છે. પરંતુ તમારે એને મહંગાઇ મેન તરીકે યાદ રાખવા જોઈએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પ્રિયંકાએ કહ્યું, ભાજપના નેતા વડાપ્રધાનને શક્તિશાળી નેતા તરીકે રજુ કરે છે અને કહે છે, કે ચપટી વગાડીને યુદ્ધ રોકાવી દે છે. તો પછી તે ગરબીને પણ એ રીતે કેમ નથી દૂર કરી શકતા. કોંગ્રેસના મહાસચિવે કહ્યું, કે જો તેની પાર્ટી સત્તામાં આવશે તો તે શહેરી વિસ્તારોમાં 100 દિવસના કામની ગેરંટી માટે મનરેગા જેવી રોજગાર ગેરંટી યોજના લાવશે. ગુજરાતની તમામ 26 લોકસભા ચૂંટણી પર 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. બીજેપી એ 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ સીટો પોતાના નામે કરી હતી.