FASTag News: એક વાહન, એક ફાસ્ટેગ (FASTag) અભિયાન શરૂ કર્યા બાદ ટોલ પ્લાઝા પર લોકોને થઈ રહેલી હાલાકીને ધ્યાને લઈ 31 જાન્યુઆરી બાદ હવે તમામ ફાસ્ટેગ અમાન્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેણે કેવાઈસી કરેલુ નથી. તે તમામ 31 જાન્યુઆરી સુધી પોતાના ફાસ્ટેગમાં કેવાઈસી કરાવી લો.
આ પણ વાંચો : કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી એક વાહન એક ફાસ્ટેગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનથી એવા વાહન ચાલકો પર નિયંત્રણ લગાવી શકાશે કે જેઓ એક જ FASTagનો પોતાના અલગ અલગ વાહનો માટે ઉપયોગ કરી રહ્યાં છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિકલ ટોલ સંગ્રહ પ્રક્રિયાની કાર્યક્ષમતામાં વધારો કરવાનો અને ટોલ પ્લાઝા પર પારદર્શક વહિવટ થઈ શકે તે માટેનો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નું કહેવું છે કે આ અભિયાનનો ઉદ્દેશ્ય ફાસ્ટેગ સાથે થતા ચેડા પર અંકુશ લગાવાનો છે. તેમજ ટોલ પ્લાઝા પર લોકોના સુવિધામાં વધારો કરવાનો છે. એક ફાસ્ટેગથી ઘણાં વાહનો ચલાવામાં આવતા હોવાની ફરિયાદ મળતા એનએચએઆઈએ આ પગલા લીધા છે.
સુવિધામાં થશે વધારો
NHAIનું માનવું છે કે એક વાહન, એક ફાસ્ટેગની વ્યવસ્થા લાગુ થવાથી ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો થશે. NHAI અનુસાર ફાસ્ટેગને કેવાઇસીથી અપડેટ (KYC Update) કરવાનું કામ રિઝર્વ બેન્કના દિશા નિર્દેશો અનુસાર કરવામાં આવામાં આવશે. લોકોએ પોતાના નવીન ફાસ્ટેગમાં KYCની પ્રક્રિયા જેમ બને તેમ જલ્દી પૂરી કરી લેવી જોઈએ જેથી તેઓએ 31 જાન્યુઆરી બાદ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
માત્ર એક જ ફાસ્ટેગ રાખી શકાશે
આ સુધારા બાદ પોતાના એક વાહન માટે એક જ ફાસ્ટેગ રાખી શકાશે. આ પહેલા જાહેર કરાયેલા તમામ ફાસ્ટેગ બેંન્કો દ્વારા રદ્દ કરાવી દેવાના રહેશે. જેની પાસે વાહન પર એકથી વધારે ફાસ્ટેગ છે તેને નવા ફાસ્ટેગમાંથી કેવાઈસી પૂર્ણ કરાવાનું રહેશે.
ફાસ્ટેગનું કેવાઈસી અપડેટ કઈ રીતે કરવું?
સૌપ્રથમ તમારે https://fastag.ihmcl.com લિંકનો ઉપયોગ કરી લોગઈન કરવાનું રહેશે. IHMCL ગ્રાહક પોર્ટલ પર લોગઇન કરવા માટે પોતાના રજિસ્ટર મોબાઈલ નંબર અને પાસવર્ડ કે ઓટીપી દ્વારા ખરાઇ કરાવી શકો છો.
ત્યાર બાદ ડેશબોર્ડ મેનુમાં માઇ પ્રોફાઇલ વિકલ્પ પસંદ કરો. તેમાં માઇ પ્રોફાઇલ પેઝમાં, તમે તમારા કેવાઈસીની સ્થિતિ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલ તમામ પ્રોફાઇલ વિવરણ જોઈ શકો છો.
આ પણ વાંચો : નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો દબદબો, બન્યું બેસ્ટ પરર્ફોર્મર સ્ટેટ
તે પેઇઝ પર તમારે પ્રોફાઇલ પેટા-વિભાગની બાજુમાં કેવાયસી પેટા-વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. પછી KYC પેટા વિભાગમાં તમારે ગ્રાહકનો પ્રકાર પસંદ કરવો પડશે અને પછી તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને સરનામા (સરનામાના પુરાવા મુજબ) સાથે જરૂરી ID પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
આ વિગતો સબમિટ કરતા પહેલા તમારે KYC વેરિફિકેશન પ્રક્રિયા સાથે આગળ વધવા માટે સુચના પર ફરજિયાત ટિક કરવું પડશે.
તમારું ટેગ KYC અપગ્રેડ થયાના 7 વર્કિંગ ડેમાં અપડેટ કરવામાં આવશે. એકવાર તમારી KYC વિનંતી સબમિટ થઈ જાય, પછી તમે ગ્રાહક પોર્ટલના માય પ્રોફાઇલ પેજ પર તેની સ્થિતિની જાણકારી મેળવી શકો છો.