Gandhinagar : ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉન ખાતે ગેરરીતિ અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નિગમ દ્વારા હાથ ધરાયેલ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ ગોડાઉનોમાં 5953 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
આ પણ વાંચો : આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ
Gandhinagar : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (Civil Supplies Corporation Limited) પોતાના તમામ ગોડાઉનો ખાતે ગેરરીતિ (misconduct) રોકવા માટે સીસીટીવીનો (CCTV) કડક જાપ્તો ગોઠવશે. નિગમ દ્વારા હાથ ધરાયેલ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ ગોડાઉનોમાં 5953 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ બુલેટ, ડોમ, પીટીઝેડ તથા એએનપીઆર કેમેરાઓ ગોડાઉનોમાં લગાવાશે જેના વડે ગોડાઉનોની અંદર અને બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. આ વ્યવસ્થા એટલી કડક હશે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ગોડાઉનોમાં થઈ રહેલી દરેક કામગીરીને પોતાની કચેરીએ બેસી લાઇવ જોઈ શકશે.
અનાજ વિતરણમાં પારદર્શકતા લાવવા લેવાયો નિર્ણય
સઘન મૉનિટરિંગ, જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં પારદર્શકતા લાવવા નિગમના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા તેમજ જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સીસીટીવી પ્રોજેક્ટના અમલીકરણ હેતુસર સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત નિગમના તમામ ગોડાઉનોમાં બુલેટ, ડોમ, પીટીઝેડ અને એએનપીઆર જેવા હાઈ ક્વૉલિટીના કેમેરાઓ ગોઠવવામાં આવશે. તેમાં બુલેટ કેમેરા ગોડાઉનના બહારના કેમ્પસમાં લગાવવામાં આવશે. જેથી ગોડાઉનની બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ સાથે જ ડોમ કેમેરા, ગોડાઉનની અંદર લગાવવામાં આવશે જેથી ગોડાઉનના અંદરની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. જ્યારે પીટીઝેડ કેમેરાની મદદથી રાત્રિના સમયમાં પણ ગોડાઉનનું મૉનિટરિંગ કરી શકાશે. તેવી જ રીતે એએનપીઆર કેમેરા ખાસ કરીને વાહનોની નંબર પ્લેટની ઓળખ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
શંકાસ્પદ પ્રવૃતિ પર ખાસ નજર
ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર કેમેરાનુ મૉનિટરિંગ કરવા નાયબ જિલ્લા મેનેજરની કચેરી, તેમજ જિલ્લા મેનેજરની કચેરી ખાતે વિડિયો વૉલનું સેટઅપ પણ કરવામાં આવશે. આ સેટઅપ થકી તમામ ગોડાઉનમાં થઈ રહેલ કામગીરીનું એક સ્થાને રહી લાઈવ મૉનિટરિંગ કરી શકાશે. આ સાથે જ વિડિયો વૉલના મૉનિટરિંગ માટે માનવબળ પણ પુરૂ પાડવામાં આવશે. જેની મદદથી મૉનિટરિંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવતા તેના પર સક્રિયતાથી સમયસર કાર્યવાહી હાથ ધરી શકાશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારૂપણે અમલીકરણ થાય અને ગુજરાત રાજ્યના તમામ ગોડાઉનોનું મૉનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી સંકુલ ખાતે ગ્રાઉન્ડા ફ્લોર પર અધ્યતન સુવિધા સાથેનો કમાન્ડે એન્ડ કંટ્રોલ સેન્ટ ર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેની મદદથી ગુજરાતના તમામ ગોડાઉનો ખાતેથી વિતરણ થઈ રહેલ અનાજનું લાઈવ મૉનિટરિંગ કરી શકાશે. આ સીસીટીવી કૅમેરાના મૉનિટરિંગ અર્થે અલગથી માનવબળ આપવામાં આવશે જે ગોડાઉન ખાતેની ગતિવિધિઓ પર 24 કલાક મૉનિટરિંગ કરશે.