કોંગ્રેસને મોટો ફટકો, બોક્સર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Vijendra Singh joins BJP : બોક્સર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા છે. આ પહેલા તેઓએ સોશિયલ મીડિયા પર એક લાઇન પોસ્ટ કરી હતી. ત્યારથી તેઓ બીજેપીમાં જોડાશે તેવી અટકળો લગાવામાં આવી રહી હતી.

આ પણ વાંચો – IPLની ઓનલાઇન ટિકિટ ક્યાંક મોંઘી ન પડી જાય, ઝડપાયું મોટુ કૌભાંડ

PIC – Social Media

Vijendra Singh joins BJP : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. બોક્સર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. આ પહેલા તેઓએ સોશિયલ મીડિયા પર એક લાઇન પોસ્ટ કરી હતી. ત્યારથી એવી અટકળો લગાવામાં આવી રહી હતી વિજેન્દ્ર સિંહ બીજેપી સાથે જોડાઇ શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દિલ્હીમાં આવેલા ભાજપના કાર્યાલયમાં વિજેન્દ્ર સિંહે પાર્ટીની સદસ્યતા સ્વીકારી હતી. ભાજપના નેતા વિનોદ તાવડેએ તેઓને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. રાજકારણમાં વિજેન્દ્ર સિંહની એન્ટ્રી 2019માં થઈ હતી. હવે તેઓએ ભાજપનો હાથ પકડ્યો છે.

દક્ષિણ દિલ્હીમાંથી મળી હાર

બોક્સર વિજેન્દ્ર સિંહ 2019માં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. પહેલી ચુંટણીમાં પાર્ટીએ તેમને દક્ષિણ દિલ્હીમાંથી ચુંટણી મેદાને ઉતાર્યા હતા. પહેલી જ ચૂંટણીમાં તેઓએ ભાજપના નેતા રમેશ બિધૂડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ વિરેન્દ્ર સિંહ રાજકારણમાં સક્રિય રહ્યા નહોતા. ડિસેમ્બર 2023માં તેઓએ રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા હતા. જો કે કેટલાક દિવસો પહેલાથી જ અટકળો લગાવાઈ રહી હતી કે તેઓ રાજકારણમાં વાપસી કરી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિજેન્દ્ર મૂળ હરિયાણાના રહેવાસી છે. તે જાટ સમાજમાંથી આવે છે. એવામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સીટો પર બીજેપી માટે તે લાભકારક સાબિત થઈ શકે છે. વિજેન્દ્રએ 2008માં બિઝિંગ ઓલમ્પિકમાં બ્રોન્જ મેડલ જિત્યો હતો. એશિયન ગેમ્સમાં તેઓએ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. માનવામાં આવે છે કે બીજેપી હરિયાણા અને પશ્ચિમ યુપીમાં વિજેન્દ્રર સિંહ દ્વારા પોતાની તાકાત વધારવા જઈ રહી છે. વિજેન્દ્ર વર્ષ 2020માં કિસાન આંદોલનનું પણ સમર્થન કર્યું હતુ.