કન્નડ સિનેમાની બિગ બોસ સીઝન 10, 8મી ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. આ શોમાં કન્નડ સિનેમાના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. હવે આ શોની સ્પર્ધક તનિષા કુપાંડા (Tanisha Kuppanda) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

કન્નડ Bigg Bossની સ્પર્ધક Tanisha Kuppanda વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે પૂરો મામલો

ખબરી ગુજરાત મનોરંજન

Dinesh Rathod, Gujarat, Khabri media
Bigg Boss Kannada 10: કન્નડ સિનેમાની બિગ બોસ સીઝન 10, 8મી ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. આ શોમાં કન્નડ સિનેમાના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. હવે આ શોની સ્પર્ધક તનિષા કુપાંડા (Tanisha Kuppanda) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તનિષા કુપાંડા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

ટીવી શો Bigg Boss આ દિવસોમાં દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શો હિન્દી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ આવવા લાગ્યો છે. કન્નડ ઈન્ડસ્ટ્રીમાં આ શોની 10મી સીઝન ચાલી રહી છે.

જે ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. કન્નડ સિનેમાની બિગ બોસ સિઝન 10 (Bigg Boss season 10) ગયા મહિને 8મી ઓક્ટોબરે શરૂ થઈ હતી. આ શોમાં કન્નડ સિનેમાના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યાં. હવે શોની સ્પર્ધક તનિષા કુપાંડા (Tanisha Kuppanda) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપ આપશે કેન્દ્ર સમકક્ષ પગાર તો કોંગ્રેસ આપશે મહિલાઓને મહિને 15 હજાર

તનિષા કુપાંડાને લઈને એવા સમાચાર છે કે ભોવી સમુદાયની મહિલા પ્રમુખ પદ્મા દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ભોવી સમુદાય વિશે અપમાનજનક નિવેદનો કર્યા છે.

શો દરમિયાન તનિષા અને પ્રતાપ વચ્ચે થયેલી વાતચીત વાંધાજનક હતી અને ભોવી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. જેના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.