Banaskantha News : રાજ્યમાં વધુ એક બેદરકારીનો શ્રમિકો ભોગ બન્યાં છે. બનાસકાંઠામાં પેપર મિલમાં કામ કરતા 5 મજુરો ગૂંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા. જેમાંથી 3 મજૂરોના સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો – મતદાન કરો અને રેસ્ટોરેન્ટમાં મેળવો 7 ટકાનું ડિસ્કાઉન્ટ
Banaskantha News : ગુજરાતમાં અવાર નવાર બેદરાકારીના કારણે મજૂરોનો ભોગ લેવાતો હોય છે. સેફ્ટીનો અભાવના અને બેદકારીના કારણે અગાઉ પણ ઘણાં મજૂરોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે વધુ એક દુર્ઘટના બનાસકાંઠાના ડીસામાં સર્જાઈ છે. અહીં આવેલી પેપર મિલમાં કામ કરતા 3 મજૂરોના મોત થયા છે. પેપર મિલમાં પેપર પલાળવાની કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોમાંથી 3 મજુરો બેભાન થઈ ગયા હતા. મજૂરો બેભાન થયાની જાણ થતા ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મજૂરો બાહર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ ફરજ પર હાજર તબીબે 3 મજૂરોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 2 મજૂરો સારવાર હેઠળ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ રીતે બની ઘટના
મળતી માહિતી અનુસાર પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી મહેશ્વર પેપર મિલમાં પેપર પલાવાની કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોને ગેસ ગળતરની અસર થઈ હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મજૂરોને બાહર કાઢ્યા હતા. મજૂરોને બેભાન હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે 3 મજૂરોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 2 મજૂરો સારવાર હેઠળ છે. બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ કઈ રીતે શ્રમિકોનું મોત થયું તેને લઈ તપાસ હાથ ધરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઓક્સિજન ટેન્કનો ઉપયોગ કરતા નહોતુ આવડતું
સમગ્ર ઘટનાને લઈ પેપર મિલના ડિરેક્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, પેપર મિલમાં ગૂંગળામણના કારણે મજૂરોના મોત થયા છે. અમારી પાસે સેફ્ટી માટે ઓક્સિજન ગેસની ટેન્ક પણ હતી. શ્રમિકો તેની સાથે જ કૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓને ઓક્સિજન ટેન્કનો ઉપયોગ કરતા આવડ્યો નહોતો. અંતે મજૂરોને ગુંગળાઇ જતા બેભાન થઈ ગયા હતા.