વેસ્ટમાંથી બેસ્ટ : નારિયેળની કાચલીમાંથી ઊભો કર્યો ગૃહઉદ્યોગ

ખબરી ગુજરાત ગુજરાત

Home Decoration : નારિયેળ એટલે કે શ્રીફળનો ઉપયોગ તો દરેક ઘરમાં થતો હશે. પરંતું તેના ચોટી ઉતારી અને કાચલીને લોકો બિનઉપયોગી માની ફેંકી દેતા હોય છે. પરંતું શું તમને ખ્યાલ છે ગુજરાતના એવા ઘણાં કારીગરો છે કે જેઓ નકામી વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી ગૃહઉદ્યોગ ચલાવી આજીવિકા મેળવે છે. ચાલો આજે આવા જ એક વ્યક્તિની મુલાકાતે જઈએ.

આ પણ વાંચો : 24 December : દૈનિક રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશો તમારો દિવસ

નારિયેળની કાચલીમાંથી ગૃહ સશોભનની વસ્તુઓ બનાવી

ધાર્મિક દ્રષ્ટિએ નારિયેળનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. મોટાભાગના લોકો નારિયેળની કાચલી (coconut husks)ને ફેંકી દેતા હોય છે, પરંતુ આ કાછલીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે સુરતના વનિતા વિશ્રામ (Lalita Vishram Surat)ખાતે તા. 25મી સુધી આયોજિત ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-2023′ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લઈ રહેલા શંકરભાઈ ધર્માભાઈ શ્રીમાળીએ (Shankarbhai Shreemali). બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચલીમાંથી ગૃહ સુશોભન (Home Decoration) ની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. તેઓની અનોખી કલાકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઘરમાં શો પિસ તરીકે કરી શકાય ઉપયોગ

ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે નારિયેળની કાચલીમાંથી વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે. બર્ડ ફીડર, જ્વેલરી બોક્સ, મીણબત્તી સ્ટેન્ડ, છોડના કુંડાઓ, ચા-કિટલી, વાઈન ગ્લાસ, બુદ્ધા, શ્રી ગણેશજી અને દેવદેવીઓ, રમકડા, કળશ, બાઉલ, પ્રાણી પક્ષીઓની કલાકૃતિઓ, ફલાવરવાઝ, શરબત ગ્લાસ, ટી કપ જેવા શો-પીસ સહિત અનેક ચીજો શંકરભાઈ બનાવે છે.

એક શો પિસ રૂ. 100થી લઈ 1000માં વેંચાઈ છે

શંકરભાઈ જણાવે છે કે, સરકારે વેચાણ પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુ સાથે યોજેલા ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-2023′ મેળામાં સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી નાના ગૃહઉદ્યોગોને આધાર મળી રહ્યો છે. હું છેલ્લા 10 વર્ષથી આ કલા વડે આજીવિકા મેળવું છું અને અત્યાર સુધીમાં દ્વારકા, વડોદરા, ભરૂચ, અમદાવાદ, કેવડિયા, સુરત વગેરે સ્થળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા વિવિધ 20 થી વધુ મેળાઓમાં ભાગ લઈ ચૂક્યો છું. રૂ.100 થી લઈ 1000 સુધીની કાચલીની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરૂં છું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કલા વારસો જાળવવા વિનામૂલ્યે શીખવવા ઉત્સુક

તેઓ પોતાની અનોખી કલા રસ ધરાવતા યુવાનો કે અન્ય નાગરિકોને વિનામૂલ્યે શીખવવા પણ ઉત્સુક છે જેથી કલા વારસો જળવાઈ રહે અને અન્યને પણ રોજગારી મળી રહે એમ તેમણે ઉત્સાહથી જણાવ્યું હતું. GI મહોત્સવ, ODOP હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ કહે છે કે આ પ્રકારના પ્લેટફોર્મથી ગૃહ ઉદ્યોગ અને નાના સ્વસહાય જૂથોને ઘણી જ રાહત મળે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે.

નોંધનીય છે કે, વનિતા વિશ્રામ ખાતે તા.25 ડિસેમ્બર સુધી આ હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો સવારે 10થી રાતે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.

@પરેશ ટાપણિયા