સુરતમાં ફરી ફેલાતા રોગચાળા વચ્ચે ઝેરી મેલેરિયાના કારણે એક બાળકીનું મોત થયું છે. પાંચ વર્ષની બાળકી એક અઠવાડિયાથી તાવથી પીડાતી હતી.

Surat: સુરતમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ, મેલેરિયાથી નીપજ્યું બાળકીનું મોત

ખબરી ગુજરાત ગુજરાત

Surat News: સુરતમાં ફરી ફેલાતા રોગચાળા વચ્ચે ઝેરી મેલેરિયાના કારણે એક બાળકીનું મોત થયું છે. પાંચ વર્ષની બાળકી એક અઠવાડિયાથી તાવથી પીડાતી હતી. દાક્તરી તપાસ કરાવતા ઝેરી મેલેરિયા હોવાનું બહાર આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મૃતક બાળકીના અઢી વર્ષના ભાઈને પણ ઝેરી મેલેરિયા થયો છે. બાળકીનો ભાઈ હજુ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કમોસમી વરસાદના કારણે રોગચાળો વધવાની સંભાવના છે. જેથી ડોક્ટરે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે.

કમોસમી વરસાદ બાદ હવે સુરત શહેરમાં ભારે રોગચાળાએ વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં તાવ, શરદી અને અન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. જોલવા ગામના બે ભાઈ-બહેનને તાવ આવતા હીરાબાગની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એક અઠવાડિયાની સારવાર દરમિયાન બહેન અન્યા અને ભાઈ હૃતિકને ઝેરી મેલેરિયા તાવ હોવાનું નિદાન થયું હતું. પરંતુ, પાંચ વર્ષની બહેન અને અઢી વર્ષના ભાઈની તબિયત લથડતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં પાંચ વર્ષની બાળકી અન્યાનું મોત થયું હતું. જ્યારે હૃતિક હજુ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કમોસમી વરસાદને કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. બે દિવસ પહેલા પણ તાવના કારણે બે લોકોના મોત થયા હતા.

મહત્વનું છે કે, શહેરમાં વધી રહેલા રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ તરફથી પણ લોકોને મચ્છરો થાય તેવી જગ્યાએથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જે જગ્યાએ પાણીનો ભરાવો રહેતો હોય એ જગ્યાથી પાણીનો યોગ્ય નિકાલ કરવો તેમજ પીવાના પાણીને હંમેશા ઢાંકીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કમોસમી વરસાદ બાદ શહેરમાં સતત અને સતત રોગચાળો વધી રહ્યો છે, જેને લઇ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: પત્નીનો ગુસ્સો પોલીસ પર, ફોન કરી પોલીસને આપી ગાળો

ખાસ વાત એ છે કે શહેરમાં વધી રહેલા રોગચાળાને જોતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે પણ લોકોને મચ્છરોના ઉપદ્રવવાળી જગ્યાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવા અને પીવાના પાણીને હંમેશા ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.