વધુ એક Bigg Boss Winnerને ઉપાડી ગઈ પોલીસ, જાણો શું છે મામલો

ખબરી ગુજરાત મનોરંજન

Detention of Munwar Farooqui : બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે મુંબઈ પોલીસની એસએસ બ્રાંચે એક હુક્કા બારમાં દરોડો પાડ્યો હતો. અહીં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી સહિત 14 લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો – 27 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Detention of Munwar Farooqui : બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે મુંબઈ પોલીસની એસએસ બ્રાંચે એક હુક્કા બારમાં દરોડો પાડ્યો હતો. અહીં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ કોટપા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, પોલીસે 41Aની નોટિસ આપી ફારૂકીને મુક્ત કર્યો છે. આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ બાદ બિગ બોસ 17નો વિનર મુનવ્વર ફારુકી વિવાદોમાં ઘેરાયો છે. જાણકારી અનુસાર, સોશિયલ સર્વિસ બ્રાન્ચે ગત રાતે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા સબાલન હુક્કા પાર્લરમાં દરોડા પાડ્યા હતા તે દરમિયાન કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોમાં મુનવ્વર ફારુકી પણ સામેલ હતો.

પોલીસને માહિતી મળી હતી કે પાર્લરમાં તંબાકુ પ્રોડક્ટ સાથે નિકોટિનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જો તંબાકુ સામગ્રી મળી આવશે તો પોલીસ દ્વારા સિગારેટ એન્ડ ટોબેકો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવી શકે છે. જો કે મુનવ્વર ફારુકીને નોટિસ આપીને મોડી રાતે ઘરે જવા દેવામાં આવ્યો હતો. આ મામલે હજુ સુધી મુનવ્વર તરફથી કોઈ ઓફિસિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

સમગ્ર મામલે પોલીસે શું કહ્યુ?

વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે પોલીસે ફોર્ટમાં ચાલી રહેલા હુક્કા પાર્લર પર તપાસ હાથ ધરી, તો મુનવ્વર ફારુકી ઘટના સ્થળે હાજર હતો. ટેસ્ટ દરમિયાન તે પણ પોઝિટિવ મળ્યો. આ એક સંગીન અપરાધ છે. તેથી તેને દંડિત કરી મુક્ત કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પહેલા પણ વિવાદોમાં રહ્યો છે મુનવ્વર ફારુકી

આ પહેલીવાર નથી કે મુનવ્વર ફારુકી વિવાદોમાં ઘેરાયો હોય. આ પહેલા તેની 2021માં ઇન્દોરમાં એક સ્ટેન્ડઅપ કોમેડી ઇવેન્ટ દરમિયાન ભગવાન રામ વિશે કેટલીક અસંવેદનશીલ ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આશરે 35 દિવસ સુધી તેઓને જેલમાં રહેવું પડ્યું હતુ. જેલની બાહર આવ્યા બાદ પણ તેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ઓનલાઇન ટ્રોલિંગ સાથે જ તેના ઘણા શો પણ કેન્સલ થઈ ગયા હતા.

ત્યાર બાદ તેણે કંગના રનૌતના શો લોકઅપથી નવી સફર શરૂ કરી. તે શોનો વિનર બની ફરી ચર્ચામાં આવ્યો. લોકઅપ જીત્યા પછી તેઓએ બિગબોસ 17માં ભાગ લીધો અને તે શૉનો વિનર બનીને બહાર આવ્યો. વિજેતા થયા બાદ તે ખુબ ખુશ હતો પરંતુ તે ફરીવાર વિવાદમાં આવી ગયો છે.