જિનપિંગ અને બાઈડેન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Chaina-America Meet : સાન ફ્રાન્સિસ્કો-અમેરિકા (America)ની યજમાની હેઠળ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં 11 નવેમ્બરથી APEC શિખર સંમેલન શરૂ થઈ ગયું છે, જે 17 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે આજે બુધવારે 15 નવેમ્બરે વિશેષ મુલાકાત યોજાશે.

આ પણ વાંચો : અભિનેત્રી Rashmika Mandannaનો ડીપ ફેક વીડિયો બનાવનારની બિહારમાંથી ધરપકડ

PIC – Social Media

બંને દેશોનાં સંબંધો સુધરવાના સંકેત

બંને દેશોનાં રાષ્ટ્રપતિઓ વચ્ચે અગાઉ એક વર્ષ પહેલા ઈન્ડોનેશિયામાં મુલાકાત યોજાઈ હતી. ત્યારે આ બંને નેતાઓ વચ્ચે ફરી મુલાકાત યોજાશે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેનાં સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે. ત્યારે વિશ્વભરની નજર બંને નેતાઓની મુલાકાત પર રહેશે. બંને દેશોનાં નેતાઓની મુલાકાતથી બંને દેશોનાં સંબંધો સુધરવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના

ચીન અને અમેરિકા વચ્ચે યોજાનાર બેઠકમાં પર્સનલ ઈન્સ્ટેસ્ટ અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકાએ તાજેતરમાં જ ચીનમાં કેટલીક નિકાસો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. જે અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

તાજેતરમાં યુએસ કોમર્સ વિભાગનાં બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS)એ વચગાળાનો નિયમ જારી કર્યો, જેનો ઉદ્દેશ્ય એડવાન્સ કોમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર ચિપ્સ, સુપરકોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર કેપેબિલીટીઝ જેવી સંવેદનશીલ ટેક્નોલોજીની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મુકવાનો હતો. ધ ગાર્ડિયન નાં અહેવાલ મુજબ, આ નિયમો 16 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. આ બાબતે પણ બંને દેશોનાં નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો :World Cup 2023: IND vs NZ, આ સેમિફાઈનલમાં કોણ કોના પર પડશે ભારે?

અમેરિકાએ સેમીકંડક્ટર ચિપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાજેતરમાં જ ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. બેક્ટેરિયા માટે મુખ્ય ખનિજ કહેવાતા ગ્રેફાઈટરની ચીનમાં નિકાસ કરવા પર અંકુશ મુકવાની અમેરિકાએ જાહેરાત કરી છે. આ ખનિજ ફોનથી લઈને ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પાવર આપવામાં ઉપયોગી થાય છે. આ પ્રતિબંધ 1 ડિસેમ્બર-2023થી લાગુ થઈ જશે.