Saif Ali Khan in Hospital: અભિનેતા સૈફ અલી ખાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૈફ અલી ખાનને ગોઠણ અને ખંભામાં ફ્રેક્ચર થયું છે તેમજ કોકિલાબેન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : રામ મંદિરના સૌથી મોટા દાનવીર, જાણો કોણે કર્યું સૌથી મોટું દાન
Saif Ali Khan in Hospital: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ તેમના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘૂંટણ પર સર્જરી કરવામાં આવી છે. જો કે, સૈફ કેવી રીતે ઘાયલ થયો તેની કોઈ જાણકારી મળી નથી. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરામાં કામ કરી રહ્યો છે. આમાં તે બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. શક્ય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો હોય, પરંતુ સાચું કારણ હજુ સામે આવ્યું નથી.
હોસ્પિટલે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી
તમને જણાવી દઈએ કે હજુ સુધી સૈફ અલી ખાનની સર્જરીને લઈને કોકિલાબેન હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેમજ સૈફ અલી ખાન અને કરીના કપૂરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમની ઇજાઓ વિશે કોઈ અપડેટ આપી નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શૂટિંગ દરમિયાન ઘણી વાર ઈજા થઈ
આપને જણાવી દઈએ કે સૈફ અલી ખાન શૂટિંગ દરમિયાન ઘણી વખત ઘાયલ થયો છે. સૈફ અલી ખાનને 2016માં ફિલ્મ ‘રંગૂન’ના શૂટિંગ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જે બાદ તેની સર્જરી કરાવવી પડી હતી. આ પહેલા સૈફ ‘ક્યા કહેના’ના એક્શન સીનના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઇક પર સ્ટંટ દરમિયાન સૈફ લપસી ગયો અને તેના માથામાં ઇજા થઇ. જે બાદ તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.