Porbandar : શિક્ષણજગતને લાંછન લગાડતો કિસ્સો, શિક્ષકે સગીરાને…

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Porbandar : ગુજરાતમાં અવારનવાર શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના પોરબંદરમાં સામે આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસિસના સંચાલકે સગીરાનું શારિરીક શોષણ કર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષકે એકસ્ટ્રા ક્લાસના બહાને વિદ્યાર્થિની બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. આ મામલે પોલીસે શિક્ષક વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : World Cup 2023 : મેક્સવેલ બન્યો રન મશીન

મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં એમજી રોડ પર ભવ્ય ટાવરમાં ક્રિષ્ના ટ્યુશન ક્લાસિસ ચલાવવામાં આવે છે. ક્લાસિસના સંચાલક શિક્ષકે એક સગીરાને એકસ્ટ્રા ક્લાસને બહાને બોલાવી શારિરીક અડપલા કરતા વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. સગીરાને ગભરાયેલી જોઈ માતા પિતાને પૂછપરછ કરતા સગીરાએ લંપટ શિક્ષક મેરામણ જાદવની કરતૂત માતા પિતાને વર્ણવી હતી. આ અંગે સગીરાના માતા પિતાને જાણ થતા તેઓ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો : ધરતીપુત્ર : ઓર્ગેનિક ખેતીથી જામનગરના ખેડૂત કરે છે મબલખ કમાણી

ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં શિક્ષણ મેરામણ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ મળતા પોક્સો એક્ટ અને આઈપીસી 354 કલમ મુજબ ગુનો નોંધી આરોપી શિક્ષકને ઝડપી કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને જેલમાં મોકલી દીધો છે. તેમજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.