Millet Expo : જૂનાગઢમાં તા. 1લી માર્ચથી ત્રિ-દિવસીય મિલેટ એક્સપો (Millet Expo)નો પ્રારંભ થશે. આ એક્સપોમાં 50 જેટલા સ્ટોલ્સના ઉભા કરવામા આવશે. જેમાં મિલેટની વિવિધ વાનગીઓના પ્રદર્શનની સાથે વેચાણ કરવામાં આવશે. સાથે જ મિલેટ્સમાંથી બનેલ વાનગી-વસ્તુઓનો સ્વાદ પણ માણી શકશો. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – સરકારી કર્મચારીઓને બખ્ખા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય
સ્વાદની લ્હાયમાં આપણા મૂળ અન્ન છે તે વિસરાયા છે, પરિણામે લોકોનું આરોગ્ય પણ જોખમાયું છે. ત્યારે આરોગ્યપ્રદ એવા મિલેટ એટલે હલકુ ધાન્ય(શ્રી અન્ન), જેમા બાજરો, જુવાર, રાગી, બાવટો, કોદરો વગેરે બરછટ ધાન્યનો સમાવેશ થાય છે. હાલ જંક-ફાસ્ટફુડ ખોરાકમાં સામેલ થવાથી ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ કેન્સર જેવી અસાધ્ય ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમાં વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા આશયથી લોક જાગૃતી માટે ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે મિલેટ એક્સપો- 2024નું બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે 8 થી 9 કલાક ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોની લોકો તા. 1 થી 3 માર્ચ બપોરે 4 કલાકથી રાત્રિના 10 કલાક સુધી મુલાકાત લઈ શકશે.
આ એક્સપોમાં મિલેટ્સની (Millet Expo) વિવિધ લાઈવ વાનગીઓના ફુડકોર્ટ અને પ્રદર્શન સ્ટોલ તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમાં મહત્વ અંગેના માર્ગદર્શન આપતા સ્ટોલ પણ હશે. ઉપરાંત મિલેટ્સની ન્યુટ્રીશન વેલ્યુ એટલે આરોગ્યની દ્રષ્ટિએ થતા ફાયદાઓ લોકો જાણી શકશે. ઉપરાંત મિનિટ પાકોની જાતોનું નિદર્શન અને તેની ખેતી પદ્ધતિ કૃષિ સાહિત્ય વેચાણ અને મૂલ્ય વર્ધન વિશેની જાણકારી પણ મળી રહેશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ મિલેટ એકસપોમાં પ્રાકૃતિક ખેતી પેદાશોનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે ગ્રામ્ય કારીગરોએ માટીકામથી તૈયાર કરેલી વસ્તુઓ નિહાળી શકવાની સાથે ખરીદી પણ કરી શકાશે.
ઉપરાંત હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઈમીટેશનની અવનવી વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટસ વગેરેનું એક્સપોમાં નિદર્શન સાથે વેચાણ કરવામાં આવશે. આ એક્સપોમાં લોકોને ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓની પણ જાણકારી મળી રહેશે.