Krishna Mukherjee Harassment : ‘યે હૈ મોહબ્બતે’ ફેમ ક્રિષ્ના મુખર્જીએ ‘શુભ શગુન’ના પ્રોડ્યુસર પર હરેસમેન્ટનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ખુલાસો કરતા કહ્યું કે, સેટ પર તેને મેકઅપ રૂમમાં બંધ કરી દેવામાં આવી. પોસ્ટ શેઅર કરતા અભિનેત્રીએ આપવિતી સંભળાવી છે.
આ પણ વાંચો – મણિપુરમાં ફરી હિંસા ભડકી, CRPFના બે જવાન શહીદ
Krishna Mukherjee Harassment : ક્રિષ્ના મુખર્જી ટેલવિઝન દુનિયાનો જાણીતો ચહેરો છે. સ્ટાર પ્લસના લોકપ્રિય શૉ, ‘યે હૈ મોહબ્બતે’થી પોતાની શરૂઆત કરનાર અભિનેત્રી છેલ્લીવાર દંગલ ટીવીના ‘શુભ શગુન’માં શહજાદા ધામી સાથે જોવા મળી હતી. ત્યાર બાદ એક્ટ્રેસે ટેલિવિઝનમાંથી બ્રેક લઈ લીધો છે. આ દરમિયાન હવે એક્ટ્રસ ક્રિષ્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચેનલ અને ‘શુભ શગુન’ના નિર્માતાને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રિષ્ના મુખર્જીએ જણાવ્યું કે તે ટીવી સિરિયલના સેટ પર હેરેસમેન્ટનો શિકાર બની ચુકી છે. ક્રિષ્ના મુખર્જીએ આ પોસ્ટથી સોશિયલ મીડિયા જ નહિ પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અભિનેત્રીએ પ્રોડ્યુસર પર લગાવ્યો હરેસમેન્ટનો આરોપ
અભિનેત્રી ક્રિષ્ના મુખર્જીએ કહ્યું. કે તે ‘શુભ શગુન’ના નિર્માતાને લઈ છેલ્લા કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં છે. તેના કારણે તેની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક્ટ્રસે જણાવ્યું કે તેને શૉના સેટ પર હેરાન કરવામાં આવી હતી. યે હૈ મોહબ્બતે ફેમ ક્રિષ્ના મુખર્જીએ મેકઅપ રૂમમાં બંધ કર્યાની ઘટના વિશે પણ ખુલાસો કર્યો અને કહ્યું કે છેલ્લા 5 મહિનાથી તેણે કરેલા કામના પૈસા તેને મળ્યા નથી. એટલુ જ નહિ ક્રિષ્નાએ નિર્માતા તરફથી મળી રહેલી ધમકીઓ વિશે પણ જણાવ્યું અને કહ્યું, કે તેને બોલતા ડર લાગે છે. તે આગળ કહે છે કે તે હવે પોતાને અસુરક્ષિત અનુભવે છે, તેણે કોઈપણ શો ન કરવા પાછળના ડર વિશે પણ જણાવ્યું.