Zomato Hike Platform Fees : એક બાજુ ઝોમેટોએ પોતાની પ્લેટફોર્મ ફી વધારીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, તો બીજી બાજુ સોમવારે કંપનીના શેઅરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો – સેમસંગ ફ્રીમાં બદલી આપશે આ સ્માર્ટફોનની ડિસ્પ્લે
Zomato Hike Platform Fees : ઓનલાઇન ફૂડ (online Food) મંગાવતા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓનલાઇન ફૂડ ડિલવરી પ્લેટફોર્મ Zomato પર દરેક ઓર્ડર પર તમારે 5 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ ચુકવવો પડશે. પોતાના ક્વાર્ટર પરફોર્મન્સની જાહેરાત થતા પહેલા Zomatoએ પોતાના યુઝર્સને જોરદાર આંચકો આપ્યો છે. કંપનીએ પોતાની પ્લેટફોર્મ ફીમાં (Zomato Hike Platform Fees) અચાનક વધારો કર્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો
ઓનલાઇન ફૂડ ડિલવરી પ્લેટફોર્મે પોતાની પ્લેટફોર્મ ફી 25 ટકા વધારી 5 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી દીધી છે. પ્લેટફોર્મ ફી એક સમાન ચાર્જ છે. જે ફૂડ ડિલવરી કરનાર કંપનીઓ તમામ ઓર્ડરો પર સંબંધિત ગ્રાહકો પાસેથી લે છે. એટલે કે ઝોમેટોના આ નિર્ણય બાદ હવે કંપની દ્વારા ઓનલાઇન ફૂડ મંગવાવું મોઘું પડશે અને તમારે દરેક ઓર્ડર પર 5 રૂપિયા વધારે ચુકવવા પડશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ચાર્જમાં સતત થઈ રહ્યો છે વધારો
બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર Zomatoએ ગત વર્ષે ઓગસ્ટ 2023માં 2 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ લગાવ્યો હતો. ત્યાર બાદ પોતાના માર્જિનમાં સુધારો લાવવા તેમજ વધુ ફાયદો મેળવવા માટે 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરી દેવામાં આવ્યો. વર્ષ 2024ની શરૂઆતના એક દિવસ પહેલા એટલે કે New Year Eveના રેકોર્ડ ઓનલાઇડ ફૂડ ડિલવરી ઓર્ડરોથી ઉત્સાહિત થઈને, ઝોમેટોએ જાન્યુઆરીમાં મુખ્ય બજારોમાં પોતાના ફરજિયાત પ્લેટફોર્મ શુલ્કને 3 રૂપિયા પ્રતિ ઓર્ડરથી વધારી 4 રૂપિયા કરવામાં આવ્યું હતુ અને હવે તેમાં વધુ એક વધારો કરતા 5 રૂપિયા પ્રતિ ઓર્ડર કરવામાં આવ્યો છે.