રાજસ્થાનમાં ભીષણ દુર્ઘટના, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Rajsthan Accident : રાજસ્થાનમાં જાનૈયા ભરેલી વાન ભીષણ દુર્ઘટનાનો ભોગ બની હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઝાલાવાડ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – સાઇકલના ભાવે બુલેટ! 1986નું બિલ થયું વાયરલ

PIC – Social Media

Rajsthan Accident : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જાનૈયા ભરેલી વાનને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પાંચોલામાં મધ્ય પ્રદેશથી પરત ફરી રહેલા જાનૈયાઓની વાન દુર્ઘટનાનો શિકાર બની હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે એક ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

ઝાલાવાડ જિલ્લાના અકલેરા ગામમાં લગ્ન સમારોહ હતો. જાન મધ્ય પ્રદેશના ખિલચીપુર વિસ્તારમાં ગઈ હતી. શનિવારે મોડી રાતે 10 મિત્રો એક મારુતિ વાનમાં સવાર થઈને પરત અકલેરા આવી રહ્યાં હતા. તે દરમિયાન અકલેરાના નેશનલ હાઇવે 52 પર ખુરી પચોલા નજીક વાન ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ભીષણ દુર્ઘટનાને લઈ અફરા તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ. વાનમાંથી કાઢી ઘાયલોને હોસ્પિટલ ખસેવડામાં આવ્યાં હતા. જ્યાં તબીબે 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દુર્ઘટના બાદ આરોપી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝાલાવાડ એસપી ઋચા તોમર અનુસાર, દુર્ઘટનામાં ભોગ બનનાર લોકો બાગરી સમાજના હતા જે પોતાના સંબંધિઓને ત્યાં લગ્ન પ્રસંગમાં ભાગ લેવા મધ્ય પ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે રાતે 3 વાગ્યે ટ્રકની ટક્કરથી દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભંયકર હતો કે વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.