ગુજરાતનો આ પરિવાર અયોધ્યા રામ મંદિર પર ચડાવશે સૌપ્રથમ ધ્વજા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

અયોધ્યા ખાતે રામ મંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તકે ગુજરાતીઓની છાતી ગર્વથી ફાટ ફાટ થાય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. જી હા રામ મંદિરના (Ram Mandir) શિખર પર પ્રથમ ધ્વજા ચડાવવાનુ માન ગુજરાતને મળ્યું છે…

આ પણ વાંચો : 1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MOU કરાયા

કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન અયોધ્યાના રામ મંદિર ખાતે ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આગમી વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તે પહેલા એક ગુજરાતી તરીકે ગર્વ થાય તેવા સમાચાર સામે આવ્યાં છે. જી હા અયોધ્યામાં નિર્મિત રામ મંદિર પર સૌપ્રથમ ધ્વજા આરોહણનો પાવનકારી અવસર ગુજરાતના એક પરિવારને પ્રાપ્ત થયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દ્વારકાના મીઠાપુરમાં રહેતો મૂળ રાજસ્થાની ફલડીયા પરિવારને રામમંદિરના નિર્માણ બાદ સૌપ્રથમ ધ્વજા ચડાવવાનું સૌભાગ્ય મળવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા રામ મંદિરના નિર્ણાણ પહેલા ફલડિયા પરિવારે ધ્વજારોહણની તંત્ર પાસે પરવાનગી માંગી હતી. જેને મંજૂરી મળી ગઈ છે. ફલડીયા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ ધ્વજાનું પૂજન દ્વારકાધીશ મંદિરના પૂજારી અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું છે. ધ્વજા પર ‘શ્રી રામ જય રામ જય જય રામ’ સાથે ‘જય દ્વારકાધીશ’ લખવામાં આવ્યું છે. સાથે જ સૂર્ય અને ચંદ્રમાનું પ્રતિક પણ અંકિત કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે, કે શ્રી રામ જય રામ જય જય રામનો મંત્ર 13 અંકનો હોવાથી ધ્વજાનું માપ પણ 13 ગજનું રાખવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકાના પરિવારની ધ્વજા અયોધ્યાના રામ મંદિર પર ફરકાવાશે તે સમાચાર સામે આવતા જ દ્વારકા નગરીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.