Competitive Exam : તલાટી મંત્રી (Talati cum Mantri) બનાવા સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રીની (Talati cum Mantri) પરીક્ષાને લઈ મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે…
આ પણ વાંચો : Ahmedabad : ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જે ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી તલાટી કમ મંત્રી બનાવા માંગતા હોય તેઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Seva Pasandgi Mandal) દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈ મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં શૈક્ષણિક અને વય મર્યાદામાં ફેરફાર કર્યો છે. તલાટી કમ મંત્રી બનવા માટે હવે સ્નાતક (ગ્રેજ્યુએશન) થવું જરૂરી છે. એટલે કે હવેથી ગ્રેજ્યુએટ ઉમેદવાર જ તાલટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરી શકશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો પણ તલાટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરી શકતા હતા. આ સાથે વય મર્યાદાને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીની ભરતીના નિયમોની દરખાસ્ત ઘણાં સમયથી પેન્ડિંગ પડી હતી. જો કે હવે આ દરખાસ્તને મંજૂરી મળી જતા નવો નિયમ અમલી બનશે.
આ પણ વાંચો : 12 December : જાણો, આજનો ઈતિહાસ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યાં છે. તલાટી મંત્રીની ભરતી પરીક્ષામાં વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 12 પાસ ઉમેદવાર તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા. હવે નવા નિયમ અનુસાર તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર થશે.