Amreli : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોરલેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media, Gujarat

Amreli News : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં વિવિધ વિકાસકાર્યો ખાતમુહૂર્ત કર્યું હતુ. મુખ્યમંત્રીના હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.110) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહુર્ત કર્યું હતુ.

આ પણ વાંચો : Rajkot: પુરાતત્વ વિભાગ દ્વારા ખંભાલીડાની ગુફાઓ ખાતે કરાયું વર્કશોપનું આયોજન

આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું કે, વિકાસ અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે તેના પાયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની રાજનીતિ છે. અમરેલી જિલ્લામાં જે નવા કાર્યો થઈ રહ્યા છે, તેની ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર સાથે જન પ્રતિનિધિઓની પણ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ રુ.૦૩ લાખ કરોડનું છે. અનુદાનના યોગ્ય ઉપયોગ થકી રાજ્યના વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો, બાળકો પર મોટી ઘાત

આ પ્રસંગે અમરેલી-કુંકાવાવ વડિયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી-લાલાવદર-લીલીયા રોડના ચાર માર્ગીયકરણની મંજૂરી આપી ખાતમુહૂર્ત કરવા બદલ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુ હતું. આ સાથે જ તેમણે અમરેલી રાજમહેલના રિ ડેવલપમેન્ટ માટે રૂ. 27 કરોડ, અમરેલી જિલ્લાકક્ષાના રમત ગમત સંકુલના નિર્માણ માટે મંજૂરી, અમરેલી એરપોર્ટના રન-વેને 2500 મીટર લાંબો કરવાના કાર્યની મંજૂરી, અમરેલીના સૂચિત રિવરફ્રન્ટ, સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે રિવરફ્રન્ટ નિર્માણની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા અભિવાદન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સાંસદ, નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખભરતભાઈ સુતરીયા, મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, હિરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવિયા સહિતના ધારાસભ્યો, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.