જાણો, ભારતમાં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, સૂતક કાળ માન્ય ગણાશે કે નહિ?

ખબરી ગુજરાત ધર્મ
Spread the love

વર્ષ 2023માં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થયા હતા. હવે દોઢ મહિના બાદ નવા વર્ષ 2024ની શરૂઆત થશે. વર્ષ 2024માં ચાર ગ્રહણ હોવાનું સામે આવ્યું છે. પહેલા ચંદ્ર ગ્રહણ થશે અને જ્યારે બીજુ ગ્રહણ સૂર્ય ગ્રહણ હશે. આવો જાણીએ કે આ ચારેય ગ્રહણ ક્યા દિવસે થનાર છે, શું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનો સૂતક કાળ માન્ય રહેશે કે નહિ. આ તમામ વિશે અમે આપને વિસ્તારથી જણાવીશું.

આ પણ વાંચો : Cash for Query: લાંચકાંડમાં ઘેરાયેલા મહુઆ મોઇત્રાને મમતા બેનર્જીએ સોંપી TMCમાં નવી જવાબદારી

PIC – Social Media

જ્યોતિષિઓનું માનીએ તો વર્ષ 2024માં બે સૂર્ય ગ્રહણ થશે. પહેલું સૂર્ય ગ્રહણ સોમવારે, 8 એપ્રિલ 2024 અને બીજુ સૂર્ય ગ્રહણ બુધવારે, 2 ઓક્ટોબર 2024માં થશે. આ બંને સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. તેમજ તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહિ

નવા વર્ષમાં પહેલુ ચંદ્ર ગ્રહણ સોમવાર, 25 માર્ચ 2023માં થશે. જ્યારે બીજુ ચંદ્ર ગ્રહણ બુધવાર, 18 સપ્ટેમ્બર 2024માં થશે. તે એક આંશિક ચંદ્ર ગ્રહણ હશે. આગામી વર્ષે થનાર બંને ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. તેમજ તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહિ

આ પણ વાંચો : હવે WhatsAppના ઉપયોગ માટે ચૂકવવા પડશે પૈસા!

PIC – Social Media

ગ્રહણ સમયે શું ન કરવું જોઈએ

ગ્રહણનો સૂતક કાળ શરૂ થયા બાદ મંદિરમાં પૂજા પાઠ ન કરવા. દેવી દેવતાઓની મૂર્તિને સ્પર્શવું નહિ.
સૂતક કાળ લાગ્યા બાદ ઘરમાં રસોઈ ના બનાવવી. સૂતક કાળ પહેલા ઘરમાં બનેલા ભોજનમાં તુલસીપત્ર નાખી દેવા.
ગ્રહણ સમયે ભોજન ન કરવું. તે દરમિયાન ગુસ્સો ન કરો. આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 15 દિવસ સુધી રહી શકે છે.
ગ્રહણ દરમિયાન કોઈપણ સુમસામ જગ્યા કે સ્માશાન ભૂમિની પાસે ન જવું જોઈએ. આ સમયે નકારાત્મક શક્તિઓ જાગૃત રહે છે.
સૂતક કાળ શરૂ થયા બાદ શુભ કામની શરૂઆત ન કરવી જોઈએ.
ગ્રહણનો સૂતક કાળ શરૂ થયા બાદ તુલસીના છોડને સ્પર્શવો નહિ. અણીદાર અને ધારદાર વસ્તુઓના ઉપયોગથી પણ બચવું.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ગ્રહણ સમયે શું કરવું જોઈએ

ગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ. જે દસ ગણુ ફળદાયક માનવામાં આવે છે.
ગ્રહણ બાદ શુદ્ધ જળથી સ્નાન કરવું. ગરીબોને દાન આપવું જોઈએ.
ગ્રહણ બાદ આખા ઘરને શુદ્ધ કરવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે.
ગ્રહણના સમયે ગાયોને ઘાસ, પક્ષીઓને અનાજ, જરૂરત મંદોને વસ્ત્રનું દાન આપવાથી અનેક ગણું પુણ્ય મળે છે.