Jagdish, Khabri Media Gujarat
Rajkot News : રાજકોટ ઝોનની અંજાર, ગાંધીધામ નગરપાલિકાના ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝના પ્રોજેક્ટને નેશનલ એવોર્ડ મળ્યો છે. “આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય” (મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) તથા “શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થા” (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ)ના ઉપક્રમે દિલ્હી ખાતે હાલમાં યોજાયેલી “નેશનલ અર્બન કોન્ક્લેવ”માં રાજકોટ ઝોનની પાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પણ વાંચો : શિયાળામાં હાર્ટ એટેકથી બચવા માટે અપનાવો આ 6 ઉપાય
સમગ્ર દેશની 1 લાખ એન્ટ્રીમાંથી રાજકોટ ઝોનની પરસંદગી
ધીમંત વ્યાસે જણાવ્યા અનુસાર, શહેરી-નગરપાલિકા વિસ્તારોમાં ચાલતા આવા શ્રેષ્ઠ પ્રયાસોની “નેશનલ અર્બન લર્નિંગ પ્લેટફોર્મ” પર ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી. કુલ એક લાખ જેટલી એન્ટ્રીમાંથી 264 એન્ટ્રીઓ પસંદ કરાઈ હતી. જેમાં 51 એન્ટ્રી પર વોટિંગ થયું હતું અને 11 પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. રાજકોટ ઝોનની અંજાર, ગાંધીધામ પાલિકાના ટ્રીટેડ વોટર રી-યુઝ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી પામી હતી. જેના ભાગરૂપે રાજકોટ ઝોનને એવોર્ડ-મેમેન્ટો તથા રૂપિયા 51 હજારની રકમનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
દૈનિક ચાર લાખ લીટર પાણીને શુદ્ધ કરાય છે
અંજાર તથા ગાંધીધામ પાલિકામાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ, વેલસ્પન કંપનીના સહયોગથી રૂ. 150 કરોડના ખર્ચે 40 મિલિયન લીટર પર ડે (એમ.એલ.ડી. -દૈનિક ચાર કરોડ લીટર પ્રતિ દિન પાણી શુદ્ધ કરવાની ક્ષમતાવાળો) ટ્રીટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યો છે. આ પ્લાન્ટમાં અંજાર પાલિકામાંથી નીકળતું રોજનું આશરે ૩.૫ મિલિયન લીટર ગંદુ પાણી (દૈનિક 35 લાખ લીટર) જ્યારે ગાંધીધામ પાલિકા વિસ્તારમાંથી નીકળતું રોજનું આશરે ૨૦ મિલિયન લીટર ગંદુ પાણી (2 કરોડ લીટર) શુદ્ધ થાય છે. આ શુદ્ધ પાણી વેલસ્પન કંપનીને ઔદ્યોગિક વપરાશ માટે વેચાતુ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ
તેનાથી અંજાર પાલિકાને વર્ષે રૂપિયા સાત લાખ તથા ગાંધીધામ પાલિકાને વર્ષે રૂપિયા 30 લાખની આવક થાય છે. ઉપરાંત ટ્રીટેડ વોટર ઔદ્યોગિક વપરાશમાં જતું હોવાથી આટલા શુદ્ધ પાણીનો વરરાશ ઘટે છે અને તેની બચત થાય છે. વળી, ટ્રીટેડ વોટર શુદ્ધ થતું હોવાથી જળ પ્રદૂષણ પણ ઘટે છે. આમ આ પ્રોજેક્ટના અનેકવિધ ફાયદા છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ટ્રીટેડ વોટર પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલા પાણીમાંથી 85 ટકા પાણીનો વેલસ્પન સ્ટીલ પ્લાન્ટમાં જ્યારે અન્ય પાણીનો કંપનીના 13 એકરના બગીચામાં ઉપયોગ થાય છે.