World Cup 2023: IND vs NZ, આ સેમિફાઈનલમાં કોણ કોના પર પડશે ભારે?

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

World Cup 2023, IND vs NZ : વર્લ્ડ કપ 2023માં ભારતે રમેલી તમામ 9 મેચમાં જીત મેળવી વર્લ્ડ કપ જીતવા માટેની પ્રબળ દાવેદારી નોંધાવી દીધી છે. આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. 2019માં પણ આ બંને ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતુ. પરંતું આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું ફોમ જોતા આ વખતે ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે.

આ પણ વાંચો : જાણો, 15 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

આજે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેદાનની પિચ પર બોલર્સને ઘણી મદદ મળે છે. પણ અહીં મોટે ભાગે પ્રથમ બેટિંગ લેનારી ટીમ જીત નોંધાવે છે. આ વિશ્વકપમાં માત્ર એક વાર બીજા નંબરે બેટિંગ માટે ઉતરેલી ટીમ જીત નોંધાવી શકી છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ટીમ ઈન્ડિયાની વાત કરીએ, તો છેલ્લી 6 મેચમાં ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તમામ 11 ખેલાડી શાનદાર ફોમમાં છે. જોકે ટીમ ઈન્ડિયા આ જ ટીમ સાથે મેદાનમાં ઉતરે એવી શક્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ટીમમાં પાંચમાં બોલર્સ વિશે વિચારવાની જરૂર છે.

ન્યૂઝીલેન્ડમાં 8 નંબર સુધી બેટિંગ લાઈન જોવા મળે છે. પરંતું ટીમમાં માત્ર ચાર જ મેઇન બોલર્સ છે. પાંચમાં બોલરની જવાબદારી સચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ નિભાવે છે.

આ પણ વાંચો : બેસતા વર્ષે માઠી બેસી, બે દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં

છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ બંનેની 11 ઓવરમાં 58 રન બનાવ્યા હતા. વાનખેડેમાં સ્પિન બોલર્સને વધુ મદદ નથી મળતી. ખાસ વાત એ છે કે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સરેરાશ જીત 25 ટકા છે. ગત આઠ મેચમાં ટીમને 6માં હાર અને 2માં જીત મળી છે, જ્યારે ભારતની સામે 3માં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ 11 ટીમ : ડિવૉન કોનવે, સચિન રવિન્દ્ર, કેન વિલયમ્સન, ડેરિલ મચેલ, ગ્લેન ફિલિપ્સ, ટૉમ લેથમ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી, ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યુશન

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો