Jagdish, Khabri Media Gujarat
World Cup 2023: વિશ્વ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે રનનો પહાડ ઊભો કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ વિશ્વ કપનો પાંચમો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 4 વિકેટના નુકસાને 410 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં પાંચ બેટ્સમેનોએ 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો : ખબરી મીડિયા પરિવાર તરફથી આપ સૌને સાલ મુબારક
રોહિત શર્માએ 54 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી. જ્યારે શુભમન ગીલે 32 બોલમાં 51 રન ફટકાર્યા હતા. બંને ઓપનરોએ ભારતીય ટીમને શાનદાર ઓપનિંગ અપાવી 10 ઓવરમાં 78 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી. જ્યારે શ્રેયસ ઐયર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી.
ભારતીય ટીમે આપેલા વિશાળ લક્ષ્યના જવાબમાં નેધરલેન્ડની ટીમ 250 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાવદ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ પોતાને નામ કરી હતી.
આ પણ વાંચો : aaj nu Rahi fal – સૌથી સટીક ભવિષ્યવાણી
સૌથી ખાસ વાત એ હતી કે આ મેચમાં 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર સિવાય તમામ ખેલાડીએ બોલિંગ કરી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ બોલિંગ કરી 1-1 વિકેટ મેળવી હતી. આ સાથે જ આ મેચમાં અન્ય રેકોર્ડ પણ બન્યા. તો આવો તેના પર એક નજર કરીએ.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ
215 – ભારત, 2023
209 – વેસ્ટઇન્ડીઝ, 2019
203 – દક્ષિણ આફ્રિકા, 2023
179 – ન્યૂઝીલેન્ડ, 2015
165 – ઓસ્ટ્રેલિયા, 2023
વિશ્વકપમાં એક જ ઈનિંગમાં સૌથી વધુ બોલર્સનો ઉપયોગ
9 – ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, 1987
9 – ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, 1992
9 – ભારત vs નેધરલેન્ડ, 2023
એક વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિન બોલર
16 – રવિન્દ્ર જાડેજા, 2023
15 – અનિલ કુંબલે, 1996
15 – યુવરાજ સિંહ, 2011
14 – કુલદીપ યાદવ, 2023
14 – મનિંદર સિંહ, 1987
વન ડેની એક ઈનિંગમાં નેધરલેન્ડની ટીમના સૌથી વધુ સિક્સર
10 – અફઘાનિસ્તાન સામે, 2022
9- ઓમાન સામે, 2023
9 – ભારત સામે, 2023
એક વિશ્વકપમાં સૌથી વધુ સળંગ જીત
11 – ઓસ્ટ્રેલિયા, 2003
11 – ઓસ્ટ્રેલિયા, 2007
9 – ભારત, 2023
8 – ભારત, 2003
8 – ન્યૂઝીલેન્ડ, 2015
વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં ભારતની સૌથી વધુ જીત
24 જીત, 2023
24 જીત, 1998
22 જીત, 2013
વિશ્વકપમાં સૌથી વધુ સ્કોર
428/5, દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, 2003
417/6, ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન, 2015
413/5, ભારત vs બરમૂડા, 2007
411/4, દક્ષિણ આફ્રિકા vs આયરલેન્ડ, 2015
410/4, ભારત vs નેધરલેન્ડ, 2023
વિશ્વકપમાં ભારત માટે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ
18, બરમૂડા સામે, 2007
16, નેધરલેન્ડ સામે, 2023
વિશ્વકપમાં સૌથી વધુ રન આપનાર બોલર
115, બેસ ડી લીડ, ઓસ્ટ્રેલિયા સામે, 2023
110, રાશિદ ખાન, ઈંગ્લેન્ડ સામે, 2019
107, લોગન વેન બીક, ભારત સામે, 2023
એક વિશ્વકપમાં ભારત માટે 50થી વધુનો સ્કોર
20 વાર, વિશ્વકપ 2023
19 વાર, વિશ્વકપ 2019
18 વાર, વિશ્વકપ 2011
17 વાર, વિશ્વકપ 2003
વનડેમાં એક ઈનિંગમાં સૌથી વધુ 50 પ્લસનો સ્કોર
5, પાકિસ્તાન vs ઝિમ્બામ્વે, 2018
5, ઓસ્ટ્રેલિયા vs ભારત, 2013
5, ઓસ્ટ્રેલિયા vs ભારત, 2020
5, ભારત vs નેધરલેન્ડ, 2023
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.