Vadodara News : વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે 72મો પદવિદાન સમારોહ યોજાય ગયો. પદવિદાન સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના બજેટની વિશેષતા ગણાવી હતી. તેઓએ કહ્યું કે, બજેટમાં નારીશક્તિ અને શિક્ષણને વધુ મહત્વ અપાયું છે.
આ પણ વાંચો : કોરોના રસીકરણથી હાર્ટ એટેકની વાત પાયા વિહોણી – આરોગ્ય મંત્રી
Vadodara News : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi)ના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે.
તેમણે ઉમેર્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy)માં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. માતૃભાષા હોય કે નવોન્મેષ શોધસંશોધન, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિત રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 72માં પદવિદાન સમારોહમાં કુલ 231 વિદ્યાર્થિનીઓ અને 113 વિદ્યાર્થીઓ મળી કુલ 345 સુવર્ણપદકો મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
કેન્દ્રીય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 7 ટકાનો વધારો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની યુવાશક્તિ માટે સુવર્ણકાળ આવ્યો છે, એમ કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાશક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે. દેશના યુવાનો સામે અત્યારે અનેક તકો ઉભી થઇ છે. તેની પ્રતીતિ કેન્દ્ર સરકારના બજેટમાં પણ થાય છે. જેમાં દેશની પ્રગતિનો મુખ્ય આધાર સમક્ષ સબળ-સક્ષમ યુવાશક્તિને ગણાવવામાં આવ્યો છે. વડાપ્રધાનએ શિક્ષણના બજેટ (Education Budget)માં સાત ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બજેટમાં નારીશક્તિ અને શિક્ષણને મહત્વ
રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તુત થયેલા બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં 26 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 55,144 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ ગૌરવ સહ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના બજેટમાં ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ સાથે શિક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફ્યુચરસ્ટિક અને ડિસરપ્ટિવ ટેક્નોલોજીને વેગ આપવા માટે એન્જીનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
CMએ બજેટની વિશેષતાઓ જણાવી
બજેટની વિશેષતાઓની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી એન્જીનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં ગ્રિન હાઇડ્રોજન ટેક્નોલોજી, ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રોના સેન્ટર ઓફ એક્સલન્સ, સ્પોર્ટ ટેક્નોલોજી સેન્ટરની સ્થાપના માટે રૂ. 35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અદ્યતન સેન્ટરથી યુવાનોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો : જાણો આજના દિવસે શું તમને મળશે નૌકરી કે છોકરી?
નવા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને શું કહ્યું?
નવસ્નાતકોને શીખ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડિગ્રી મળતાની સાથે યુવાનોની વ્યવસાયિક જીવનનો પ્રારંભ થાય છે. યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાન થકી છાત્રો સમસ્યાઓના સમાધાન શોધવા, રોજગારીના સર્જનમાં મદદરૂપ બને એ જરૂરી છે.
વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા યોગદાન આપવા તેમણે યુવાનોને આહ્વાન કરતા કહ્યું કે, રાજ્યમાં ગ્લોબલી એમ્પ્લોયેબલ વર્કફોર્સ તૈયાર કરવાનું લક્ષ્ય છે. કૌશલ્યવાન યુવાશક્તિના કૌવતથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિશ્વની શ્રેષ્ઠ 100 શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક ગુજરાત અને શ્રેષ્ઠ 250માં લઘુત્તમ 10 સંસ્થાઓ ગુજરાતની હોય એવી પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી હતી.