IPL 2024 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ 10 ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. આ મિટિંગ અમદાવાદમાં 16 એપ્રિલના રોજ યોજાશે. આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાનાર છે.
આ પણ વાંચો – EPFO દ્વારા મોટો ફેરફાર, કર્મચારીઓને થશે સીધો ફાયદો
IPL 2024 : ઇન્ડિયન પ્રિમીયર લીગ 2024 હજુ શરૂ થયાના બે અઠવાડિયા પણ નથી થયા ત્યાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ એક ઔપચારીક બેઠક છે. જે આઈપીએલના તમામ 10 ફ્રેન્ચાઇઝી સાથે થશે. આ મિટિંગ અમદાવાદમાં 16 એપ્રિલે યોજાવા જઈ રહી છે.
આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાનાર છે. તે સિવાય આ બેઠકનું આયોજન પણ થશે. સુત્રોનું માનીએ તો આ મિટિંગમાં તમામ ફ્રેન્ચાઇઝી પોતાના પર્સને વધારવાની માંગ કરે તેવી શક્યતા છે.
આગામી આઇપીએલ એટલે કે 2025ની સિઝનમાં મેગા ઓક્શન થશે. દર 3 વર્ષે થનારા આ મેગા ઓક્શનમાં તમામ ટીમો સંપૂર્ણ રીતે નવી બને છે. તેમાં તમામ ટીમોને વધુમાં વધુ 4-4 ખેલાડી (1-1 વિદેશી ખેલાડી ફરજિયાત) રિટેન કરવાના હોય છે. તમામ ખેલાડિઓ માટે દરેક ફ્રેન્ચાઇઝીના પર્સમાં કુલ 100 કરોડ રૂપિયા હોય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝી રિટેન પ્લેયર્સની સંખ્યા 4થી વધારવાની માંગ કરી રહી છે. કેટલાકે 8-8 પ્લેયર રિટેન કરવાની માંગ કરી છે. કેટલીક ફ્રેન્ચાઇઝનું એવું પણ કહેવું છે કે જો ઓછા ખેલાડીઓને રિટેન કરવામાં આવે તો તેનાથી ટીમોના ચાહક વર્ગની લાગણીઓ દુભાઇ છે.
જણાવી દઈએ કે આઈપીએલમાં તમામ ફ્રેન્ચાઇઝીના રેવેન્યુમાં પણ ઘણો ફાયદો થયો છે. બીસીસીઆઈએ 2022 સીઝનમાં 48390 કરોડ રૂપિયાની બ્રોડકાસ્ટ ડીલ સાઇન કરી હતી. એવામાં સમજી શકીએ કે રેવેન્યુ મામલે આઇપીએલ હજુ પણ મોખરે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બીસીસીઆઈના અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, IPL ટીમના માલિકોને અનૌપચારિક બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ બેઠકનો કોઈ ચોક્કસ એજન્ડા નથી. આ બેઠકમાં તમામ ટીમના માલિકો ઉપરાંત બીસીસીઆઈ સચિવ જય શાહ, અધ્યક્ષ રોજર બન્ની અને આઈપીએલના ચેરમેન હાજર રહેશે.