Who Invented Television : આ યુગ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં એઆઈનો જમાનો ભારે ટ્રેન્ડમાં છે પરંતું એક સમય એવો હતો કે જ્યારે ટેલિવિઝનને સદીની મહાન શોધ માનવામાં આવી. તો આવો આજે અમે આપને Televisionની કેટલીક જાણી અજાણી વાતોથી અવગત કરાવીએ…
આ પણ વાંચો : આ દિગ્ગજ ક્રિકેટરે લીધો વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ
Who Invented Television : આ યુગ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં એઆઈનો જમાનો ભારે ટ્રેન્ડમાં છે પરંતું એક સમય એવો હતો કે જ્યારે Televisionને સદીની મહાન શોધ માનવામાં આવી. Television માનવ જાતિની સૌથી મહાન શોધમાંથી એક છે. 1927માં પહેલીવાર ઇલેક્ટ્રિોનિક ટેલિવિઝની શોધ પછી ટેલિવિઝનના આકાર અને આકારની સાથે ટ્રાન્સમિશન ટેકનિક અને ચલચિત્રની ગુણવત્તામાં ઘણાં પરિવર્તન થયા છે. Television એક એવું માધ્યમ છે જેમાં ઓડિયો અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન દ્વારા તમને મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજનીતિ વગેરેની જાણકારી એક જગ્યાએ બેઠા બેઠા જ મળે છે.
આજે દુનિયામાં ઘરે ઘરે વિવિધ પ્રકારના ટીવી જોવા મળે છે. વર્તમાન યુગમાં વિવિધ પ્રકાર અને આકારના ટીવી નવી ટેક્નોલોજી સાથે આવે છે. સ્માર્ટ યુગમાં Television પણ એટલા જ સ્માર્ટ બની ગયા છે. પરંતું સ્માર્ટફોન બજારમાં આવતા હવે ટેલિવિઝન માર્કેટને ભારે ફટકો પડ્યો છે. જો કે સમયની સાથે ટીવીના અપડેટને લીધે હજુ તેણે પોતાનુ માર્કેટ અકબંધ રાખ્યું છે.
ટેલિવિઝનનો ઉપયોગ (Use of television)
Televisionને મનોરંજનનું સાધન ગણવામાં આવે છે. મોટાભાગના લોકો TVનો મનોરંજન માટે ઉપયોગ કરે છે. જેમ કે ફિલ્મો, સિરિયલો, સ્પોર્ટ્સ જોવા માટે કરે છે. જ્યારે કેટલાક લોકો TVને શિક્ષણના સાધન તરીકે પણ જુએ છે. જો TVનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થાય છે. જ્યારે અમુક લોકો સમાચાર જોવા માટે TVનો ઉપયોગ કરતા હોય છે. Television વેપાર સમાચારથી લઇ આંતરરાષ્ટ્રીય સમાચારો લોકો સુધી પહોંચાડે છે. વર્તમાન ઘટનાઓથી લોકોને અપડેટ રાખે છે.
ટેલિવિઝનનો ઇતિસાહ (History of Television)
TVની શોધ એક સ્કોટિશ ઇન્જિનીયર, જોન લોગી બેયર્ડે વર્ષ 1924માં કરી હતી. ત્યાર બાદ વર્ષ 1927માં ફિલો ફાર્ન્સવર્થે દુનિયાના પ્રથમ વર્કિંગ ટેલિવિઝન બનાવ્યું. 1 સપ્ટેમ્બર 1928માં તેને પ્રેસ સામે રજૂ કરવામાં આવ્યું હતુ. કલર Televisionની શોધ પણ જોન લોગી બેયર્ડે વર્ષ 1928માં કરી હતી. જ્યારે પબ્લિક બ્રોડકાસ્ટિંગ 1940થી શરૂ થયું હતુ.
ભારતમાં ટેલિવિઝનનું આગમન (Television entry in India)
1924માં TVની શોધના 3 દાયકા પછી ભારતમાં તેનુ આગમન થયું હતુ. ભારતમાં પહેલી વખત TV વર્ષ 1950માં આવ્યુ હતું. ચેન્નઈના એક એન્જિનિયર વિદ્યાર્થીએ એક્ઝીબિશનમાં પહેલી વખત Television ડિસ્પ્લે કર્યુ હતું. પ્રેસ સુચના બ્યુરો અનુસાર, યુનાઇડેટ નેશન્સ એજ્યુકેશનલ, સાઇન્ટિફિક અને કલ્ચર ઓર્ગેનાઇઝેશન (UNESCO)ની મદદથી નવી દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959માં ભારતમાં Televisionની શરૂઆત થઈ હતી. ઓલ ઇન્ડિયા રેડિયો અંતર્ગત ટીવીની શરૂઆત કરવામાં આવી હતી અને આકાશવાણી ભવનમાં TVનું પ્રથમ ઓડિટોરિયમ તૈયાર થયું. જે પાંચ માળનું હતુ. તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતુ. ભારતમાં પહેલુ Television સેટ કોલકાતાના એક અમીર કુટુંબે ખરીદ્યુ હતું. વર્ષ 1965માં ઑલ ઈન્ડિયા રેડિઓ દરરોજ ટ્રાન્સમિશન શરૂ કર્યુ હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ટેલિવિઝનના પ્રકાર (Types of Television)
પહેલાના સમયણાં કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ એમ TVમાં બે જ પ્રકાર હતા. પરંતું બદલાતા સમયની સાથે TVમાં પણ ઘણાં બધા પ્રકારો આવે છે. મુખ્યત્વે TVના ફિચર્સને લઈ તેના પ્રકાર પાડવામાં આવ્યાં છે. પરંતું જો સ્ક્રીન ક્વોલિટીને ધ્યાનમાં રાખીએ તો Televisionમાં ઘણાં પ્રકારો બજારમાં ઉપલબ્ધ છે.
નોર્મલ Television – આ પ્રકારના ટીવી લગભગ તમામ ઘરમાં હોય છે.
LED/LCD/Plasma: આ ટીવીમાં હાઇ પિક્ચર્સ ક્વોલિટી જોવા મળે છે.
સ્માર્ટ ટેલિવિઝન : આ ટીવી ઈન્ટરનેટ કનેક્શન સાથે આવે છે. જેનો ઉપયોગ ઓનલાઇન કન્ટેન્ટ જોવા માટે કરી શકાય છે.
3D ટેલિવિઝન : આ પ્રકારના TVમાં 3 ડાયમેન્શન પિક્ચર ક્વોલિટી જોવા મળે છે.
વર્તમાન સમયમાં રિઝોલ્યુશન અને સ્ક્રિનના આધારે વિવિધ પ્રકારના Television જોવા મળે છે, જેમ કે..
લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટીવી (LCD TV)
ઓર્ગેનિક લાઇટ-એમિટિંગ ડાયોડ ટીવી (OLED TV)
ક્વાંટમ લાઇટ એમિટિંગ ડાયોડ ટીવી (QLED TV)
પ્લાઝમાં ડિસ્પ્લે પેનલ
ડિઝિટલ લાઇટ પ્રોસેસિંગ ટીવી
1080P TV
4K TV
8K TV
ફ્લેટ ટીવી
કર્વ્ડ ટીવી
ટેલિવિઝન માટે મુખ્ય પડકારો (Major challenges for television)
ડિઝિટલ મીડિયા અને વેબ સ્ટ્રીમિંગ સર્વિસની એન્ટ્રી Television માટે મુખ્ય પડાકાર સાબિત થઈ શકે છે. એવામાં Televisionને લોકોની સ્વિકૃતી મળે તે માટે નવી નવી ટેક્નોલોજી સાથે વારંવાર અપડેટ થવું પડશે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના આ જમાનામાં તમામ વસ્તુઓ આંગળીના ટેરવે છે. માહિતીના ખજાનામાંથી જોઈતી માહિતી સરળતા મળી જાય છે. તે પછી શિક્ષણ હોય કે મનોરંજન તમામ માટે માત્ર એક ઉપકર કાફી છે. આમ સ્માર્ટફોન અને એઆઈની દુનિયામાં Television માટે પોતાનું સ્થાન ટકાવી રાખું પડકારરૂપ સાબિત થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ટેલિવિઝનના ફાયદા (Advantages of television)
Televisionથી ઘણો ફાયદો થાય છે. સૌથી અગત્યનું, તે આપણને વિશ્વભરની વર્તમાન બાબતો અને ઘટનાઓ વિશે માહિતગાર રાખે છે. આ માહિતી વિવિધ સમાચાર ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે, જે અમને તાજેતરની ઘટનાઓ વિશે અપડેટ રહેવામાં મદદ કરે છે. તે સરકાર દ્વારા શરૂ કરાયેલા ઘણા કાર્યક્રમો અથવા સુવિધાઓ વિશેની માહિતી પણ શેર કરે છે. જનતા સાથે વાતચીત કરવા માટે સરકાર ન્યૂઝ ચેનલોની મદદ પણ લે છે.
ટેલિવિઝનના ગેરફાયદા (Disadvantages of television)
TV જોવાના ફાયદા છે તો તેના ગેરફાયદા પણ છે. વધુ પડતું TV જોવાથી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થાય છે. જ્યારે આપણે સતત ટીવી જોતા હોઈએ છીએ ત્યારે તેની અસર આપણી આંખો પર પડે છે અને આપણે આળસુ બની જઈએ છીએ. એવા કેટલાક કાર્યક્રમો પણ છે જે બાળકો માટે યોગ્ય નથી. ટીવી જોવા માટે આપણે ઊંઘમાં પણ બાંધછોડ કરીએ છીએ. વધુ પડતું TV જોવાથી બાળકો અભ્યાસમાં એકાગ્રતા ગુમાવી દે છે. બાળકો પોતાનો ખાલી સમય પસાર કરવા પુસ્તકો વાંચવાને બદલે ટીવી જોવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : જાણો કેવું રહેશે? 2024માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુઅલ
21 નવેમ્બરે ઉજવાય છે વિશ્વ ટેલિવિઝન દિવસ (World Television Day)
દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ (World Television Day) તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. નવેમ્બર 1996માં સંયુક્ત રાષ્ટ્ર (UN)દ્વારા પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ટોપ મીડિયા હસ્તિઓ ફોરમનો ભાગ હતી. જ્યાં તેઓએ ઇન્ટરનેશન લેવલે ટેલિવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. ત્યારે મહાસભાએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ (World Television Day)ના રૂપે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો.