Gurcharan Singh Sodhi : કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા કરનાર એક્ટર ગુરચરણ સિંહ હાલ ભારે ચર્ચામાં છે. આ અભિનેતા ઘણાં દિવસથી ગુમ છે. ત્યારે તેને લઈ વધુ એક અપડેટ સામે આવી છે.
આ પણ વાંચો – આ જાણિતી ટીવી એક્ટ્રેસ બની હેરાસમેન્ટનો શિકાર, જણાવી આપવિતી
Gurcharan Singh Sodhi : ટીવીના પોપ્યુલર કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરચરણ સિંહ ચર્ચાનો વિષય બન્યાં છે. એક્ટર ઘણાં દિવસથી ગુમ છે. એવામાં તેના પિતાએ દિલ્હી પોલીસમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે જણાવાઈ રહ્યું છે કે દિલ્હી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે
સીસીટીવી ફૂટેજમાં ગુરચરણ સિંહ રાતે 9.14 વાગ્યે દિલ્હી પાલમ વિસ્તારમાં પરશુરામ ચોક પર પગપાળ ક્યાંક જતા જોઈ શકાય છે. સીસીટીવીની તસવીરોમાં ગુરચરણને પગપાળા ચાલીને જતા જોઈ શકાય છે. તેની પીઠ પાછળ બેગ છે. આજે દિલ્હી પોલીસ ગુરચરણ સિંહની બેન્ક ડિટેલ્સ ચેક કરશે. જેમાં દિલ્હી પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળી શકે છે.
5 દિવસથી ગાયબ છે ગુરચરણ સિંહ
એક્ટર ગુરચરણ સિંહ ગુમ થયાના સમાચાર 26 એપ્રિલે સામે આવ્યાં હતા. તેના પિતા હરગીત સિંહે એક ટીવી મીડિયા સાથે વાતચીત કરતા કન્ફર્મ કર્યું હતુ. તેઓના કહેવા અનુસાર 22 એપ્રિલથી ગુરચરણ સિંહ લાપતા છે. પોલીસમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસને તેઓએ તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યાં છે, જેનાથી ગુરચરણને શોધવામાં મદદ મળી શકે. પોલીસે એક્ટરના પરિવારને આશ્વાસન આપ્યું છે કે, તે જલ્દી ગુરચણર સિંહને શોધી કાઢશે.
ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા હોવાના સમાચાર મળ્યાં હતા. ત્યાર બાદ પોલીસે આ મામલે અપહરણનો કેસ દાખલ કર્યો. આઈપીસીની કલમ 365 અતંર્ગત FIR પણ નોંધી છે. પોલીસના હાથમાં એક સીસીટીવી ફૂટેજ આવ્યાં હતા. જેમાં અપહરણનો કેસ હોવાનુ સામે આવ્યું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે ગુરચણર સિંહ, 22 એપ્રિલની સવારે મુંબઈ માટે રવાના થયા હતા. સાડા આઠ વાગ્યે દિલ્હી એરપોર્ટથી તેની ફ્લાઈટ હતી. પરંતુ તે ફ્લાઇટ નહોતી લીધી કે નોહતા મુંબઈ પહોંચ્યા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
25 એપ્રિલે બપોરે 3 વાગ્યે, ગુરચરણના પિતાએ દિલ્હીમાં પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થાયની ફરિયાદ નોંધાવી, ત્યાર બાદ પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા. જેમાં ગુરચરણ સિંહ જતા નજરે પડે છે. 24 એપ્રિલ સુધી એક્ટરનો ફોન પણ ચાલુ હતુ. પરંતુ હવે તે સ્વિચઓફ આવી રહ્યો છે. પોલીસે જ્યારે ફોનના ટ્રાન્જેક્શન કઢાવ્યાં તો તેઓને ઘણી અટપટી વસ્તુઓ મળી.