ભરઉનાળે કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Weather Update : રાજ્યમાં હાલ ભારે ગરમી પડી રહી છે. ભરઉનાળે વાતાવરણાં અચાનક પલટો આવ્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો – EVMને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું?

PIC – Social Media

Weather Update : એક બાજુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરો તાપ પડી રહ્યો છે. ભારે ગરમીના હિસાબે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી બાજુ આજે સવારેથી જ કેટલાક વિસ્તારમાં અચાનક વાતારવણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ દક્ષિણ ભારતમાં કેરીના પાકને પણ નુકસાનીની ભીતી સેવાઈ રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યા જિલ્લામાં પડ્યું માવઠુ?

કમોસમી વરસાદની વાત કરીએ તો છોટાઉદેપુર, ખેડા, નવસારી અને ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવી હતી. ભાવનગરના શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યાં હતા. જેને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. મધ્ય ગુજરાતમાં ખેડા, મહેમદાવાદ, મહુધા અને આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટા બાદ વરસાદ પડ્યો હતો. દાહોદ અને નવસારી જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અંબાલાલ પટેલની આગાહી

નોંધનીય છે, કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, કે આજથી 28 એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી હતી.