રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot Accident News : રાજકોટ – અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર મચી છે. હાલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચો : જાણો, કેવી છે સંસદની સુરક્ષા, શું છે એન્ટ્રીના નિયમો?

આજે સવારે રાજકોટ – અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી વિગત અનુસાર રાજકોટ – અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે બે કારના બુકડા બોલી ગયા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની સ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ કારના પતરા ખેંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે જ પાટણના સાંતલપુર તાલુકામાં કારને અકસ્માત નડતા 4 લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારને માર્ગ પર જ કાળનો ભેટો થઈ ગયો હતો. કાર આડું જંગલી જનાવર ઉતરતા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બેકાબૂ કાર પાણીના ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પતિ પત્ની અને બે પુત્રીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા.