Accident News : ગુજરાતમાં બે મોટી દુર્ઘટના સર્જાઇ છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભેખડ ધસવાથી 2 મજુરોના મોત થયા છે.
આ પણ વાંચો – કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ મોદીએ કરી હાથીની સવારી, જુઓ વિડિયો
Accident News : ગુજરાતના બે જિલ્લામાં એક પછી એક મોટી દુર્ઘટનાઓ સામે આવી છે. મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર નિર્માણાધિન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ જેટલા શ્રમિકો દબાયા હોવાના સામાચાર સામે આવ્યાં છે. હાલ તેઓનું બચાવકાર્ય શરૂ છે. અન્ય એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા કાર્બોસેલ ખાણમાં ભેખડ ધસી પડતા 2 મજુરોના મોત થયા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં નિર્માણાધિન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી
મળતી માહિતી અનુસાર મોરબીમાં શુક્રવારે રાત્રે નિર્માણાધિન મેડિકલ કોલેજની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક અધિકારીના જણાવ્યાં અનુસાર “આ ઘટના શુક્રવારે રાતે 8 વાગ્યે નવી બિલ્ડિંગના પહેલા માળે ફિલિંગ કામ દરમિયાન બની હતી. દુર્ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. હાલ એક મજૂર કાટમાળ નીચે ફસાયેલો છે. જેને બચાવા માટે કામગીરી શરૂ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સુરેન્દ્રનગરમાં 2 મજૂરોના મોત
અન્ય એક દુખદ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યાં છે. આ ઘટનામાં બે શ્રમિકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ સાયલાના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે. જ્યારે એકને ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મૃતકોની ઓળખ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા તરીકે થઈ છે. બંને મૃત યુવકો મુળી તાલુકાના ધોળિયા ગામના છે રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.