Kutch: ગુજરાત સરકાર દ્વારા 3થી 6 વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળ વાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડીસેમ્બર 2021માં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પા પા પગલીની શરૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ જિલ્લા અને ઘટકના પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માર્ગદર્શન અને તાલીમ દ્વારા કૌશલ્યવર્ધન કરવાનો છે. જે સંદર્ભે કચ્છ જિલ્લાની કુલ 1863 બહેનોને પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત લો કોસ્ટ TLM (Teaching Learning Material) શીખવા શીખવવા માટેની સસ્તી શૈક્ષણિક સાધન સામગ્રીની તાલીમ આપવામાં આવી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ એક દિવસીય તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનોને TLM કેવી રીતે બનાવવાની સાથે કોઈ ચોક્કસ વિષયને શીખવવામાં સરળતા અને આંગણવાડી કાર્યકરને શીખવવામાં મદદરૂપ થાય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કેવી રીતે શૈક્ષણિક સામગ્રી બાળકોને આકર્ષિત કરે તેમજ પ્રવૃત્તિ કરવામાં રસ જગાવે તે બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉપરાંત શૈક્ષણિક સામગ્રી બનાવતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે છણાવટ કરવામાં આવી હતી.
આ પ્રકારની માહિતી અને TLMના નમૂનારૂપી ચિત્રોની PPT દ્વારા કુલ 4 મુખ્ય સેવિકા બહેનો અને 4 પ્રિ- સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરરૂપી માસ્ટર ટ્રેનર્સ દ્વારા કચ્છના તમામ તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને સમજણ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન મોડ્યૂલ્સ દ્વારા પ્રત્યક્ષ સમજણ આપવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી દ્વારા વ્યક્તિગત તેમજ ડીઝીટલ માધ્યમથી તાલીમના સ્થળો સાથે જોડાઈને પ્રતિભાવો લઈને તાલીમની સમીક્ષા કરી હતી.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.