Black Magic : ભારતમાં કેટલાય શહેર અને ગામ પોતાની અલગ અલગ લોકવાયકાઓ અને ઇતિહાસ માટે જાણીતા છે. ત્યારે આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવા જઈ રહ્યાં છીએ, કે જેને ભારતમાં કાળા જાદુની રાજધાની કહેવામાં આવે છે. આસામનું આ ગામ ખાસ કરીને કાળા જાદુ માટે જાણીતુ છે. અમે જે જગ્યાની વાત કરી રહ્યાં છીએ, તે આસામની રાજધાની ગુવાહાટીથી માત્ર 40 કિમી દૂર આવેલું માયોંગ ગામ છે. લોકો કહે છે કે અહીંના બાળકો પણ કાળો જાદુ જાણે છે.
આ પણ વાંચો : રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત
માયોંગ ભારતના આસામ રાજ્યના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું એક નાનું ગામ છે. મેયોંગ ગામ કાળા જાદુ માટે સૌથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે અહીંના લોકો પોતાની સુરક્ષા માટે સૌથી વધુ કાળા જાદુનો ઉપયોગ કરે છે. એવું કહેવાય છે કે આ ગામના લોકો માણસોને પ્રાણી બનાવી દેવા, લોકોને હવામાં ગાયબ કરી દેવા સહિતના ઘણાં જાદુ જાણે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જાણકારી અનુસાર આ ગામનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. કહેવાય છે કે ઘટોત્કચ માયોંગમાંથી જ ઘણી જાદુઈ શક્તિઓ શીખીને મહાભારતના યુદ્ધમાં પ્રવેશ કર્યો હતો. એવી માન્યતા છે કે આ ગામ ઘટોત્કચનું છે. માયોંગનું નામ સંસ્કૃત શબ્દ સાથે પણ જોડાયેલુ છે. તેનો અર્થ ભ્રમ થાય છે. માયોંગના ઓઝા જાદુનો ઉપયોગ લોકોને સાજા કરવામાં માટે કરે છે. જણાવી દઈએ, કે જ્યારે બીજાને સાજા કરવા જાદુનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેની સારા જાદુમાં ગણતરી થાય છે. જ્યારે બીજાને નુકસાન પહોંચાડવા માટે તંત્ર મંત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેને કાલો જાદુ કહે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
માયોંગ ગામના કાળા જાદુને લઈ એવું કહેવાય છે કે અહીં આવતા અંગ્રેજો પણ ડરતા હતા. આ ગામના કાળા જાદુની તાકાતથી બધા લોકોને ડર લાગે છે. તેના કારણે જ અંગ્રેજો સિવાય મુગલ કાળ દરમિયાન પણ આ ગામમાં જવાથી લોકો ડરતા હતા. એવું કહેવાય છે કે આજે પણ સામાન્ય વ્યક્તિ આ ગામમાં નથી જતા ભય અનુભવે છે.