આ ખેલાડીને મળ્યું ગુજરાત ટાઈટન્સનું સુકાન

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Shubman Gill captain of Gujarat Titans : ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ટાઈટન્સે (GT) પોતાના નવો કેપ્ટન જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ (Shubman Gill) હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની કપ્ટનશિપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડતા ગુજરાત ટાઇટન્સે મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : 5 સૌથી સસ્તા માર્કેટ, ઓછા બજેટમાં કરો ધૂમ ખરીદી

PIC – Social Media

ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું, કે “શુભમન ગિલે છેલ્લા બે વર્ષોથી રમતમાં ઉચ્ચસ્તર મેળવ્યું છે અને ઘણી પ્રગતિ કરી છે. આપણે તેઓને બેટ્સમેન જ નહિ પણ એક લિડર તરીકે પણ પરિપક્વ થતા જોયા છે. મેદાન પર તેના યોગદાને ગુજરાત ટાઇટન્સને ઉપર લાવવામાં મદદ કરી છે. તેમની પરિપક્વતા અને સ્કિલ ઓન ફિલ્ડ પ્રદર્શનમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અમે તેને કેપ્ટન બનાવવાને લઈ ઉત્સાહિત છીએ.”

ગિલે આઈપીએલ 2023માં કર્યું હતુ શાનદાર પ્રદર્શન

શુભમન ગિલ આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. જેને લઈ તેણે ઓરેન્જ કેપ પણ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની સરેરાશે 890 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવી રેસમાં સામેલ હતા. પણ ફ્રેન્ચાઇઝીએ ભવિષ્યને ધ્યાનમાં રાખતા આ ભારતીય ખેલાડી મહત્વ આપ્યું છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

PIC – Social Media

કેપ્ટન બનવા પર ગિલનું મોટુ નિવેદન

શુભમન ગિલે કેપ્ટન બનાવાને લઈ કહ્યું કે “ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ મળવાથી હું ખુશ છું. આટલી સારી ટીમને લિડ કરવી મોટી વાત છે. મારા પર ભરોસો મુકવા માટે હું ફ્રેન્ચાઈઝીને ધન્યવાદ આપુ છું. અમારા બે સિઝન ખુબ જ અદ્બુત રહ્યાં છે.” ગુજરાત ટાઈટન્સે 2022 અને 2023ની સિઝનમાં ભાગ લીધો હતો. ડેબ્યુ સિઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમે ચેમ્પિયન બની હતી. જ્યારે ગત સિજનમાં તે ઉપ વિજેતા રહી હતી.