LSG vs DC : ચાલુ મેચે અમ્પાયર સાથે બાખડી પડ્યો ઋષભ પંત

ખબરી ગુજરાત રાજકારણ

LSG vs DC : શુક્રવારે સાંજે રમાયેલ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં લખનઉને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે મેચ દરમિયાન મેદાન પર કેટલાક ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા.

આ પણ વાંચો – 13 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

આઈપીએલ 2024માં દિલ્હી કપિટલ્સે શરૂઆતની 5 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી હતી. પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેઓએ 6 વિકેટે સિઝનની બીજી જીત પોતાના નામે કરી છે. દિલ્હીની આ જીતમાં કેપ્ટન ઋષભ પંતે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પંતે 24 બોલમાં 41 રન ફટકાર્યા હતા. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ 15 મહિના પછી તેઓની મેદાન પર વાપસી થઈ છે. ત્યારે આટલા મહિને વાપસી કરનાર પંત પર તમામ ફેન્સની નજર છે અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચમાં તેની એ જ અંદાજમાં બેટિંગ જોવા મળી. બીજી બાજુ પંત લખનઉ ટીમની ઇનિંગ દરમિયાન ડીઆરએસના એક નિર્ણયને લઈ ઓન ફિલ્ડ અમ્પાયર સાથે બાખડી પડ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બોલિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સેની ટીમે ચોથા ઓવરમાં બોલિંગની જવાબદારી ઇશાંત શર્માને સોંપી હતી. આ ઓવરના ચોથો બોલ ઈશાંતે લેગ સ્ટંપની લાઈનમાં ફેંક્યો જેને અમ્પાયર એ વાઇડ આપ્યો હતો. પંતે અમ્પાયરના નિર્ણયને પડકાર આપવા માટે પોતાના ખેલાડીઓ સાથે વાત કરી એ રીતે ઇશારો કર્યો જાણે તે ડીઆરએસ લેવાનું કહેતો હોય. તેને લઈ અમ્પાયરે તેના ઇશારા બાદ નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલ્યો હતો. જેને લઈ વિવાદ થયો હતો. થર્ડ અમ્પાયરે પણ બોલને વાઇડ ઠેરવ્યો અને દિલ્હીને એક ડીઆરએસ ગુમાવવો પડ્યો.

અમ્પાયરના આ નિર્ણય બાદ ઋષભ પંત તરત તેની પાસે પહોંચ્યા અને દલીલ કરવા લાગ્યો કે તેણે ડીઆરએસ લેવાનો ઇશારો કર્યો નહોતો, અમ્પાયર સાથે લાંબી દલીલ બાદ ફરી રિપ્લે જોવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં આખી તસવીર સ્પષ્ટ થઈ ગઈ. આખરે પંતને આ નિર્ણયનો સ્વીકાર કરવો પડ્યો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પહેલા પણ ઋષભ પંત આઈપીએલની મેચોમાં અમ્પાયર સાથે ઘણીવાર દલીલો કરતા જોવા મળ્યા છે. વર્ષ 2022માં આઈપીએલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અમ્પાયર દ્વારા એક નો બોલ નહિ આપવા પર તેઓએ તે સમયે બેટિંગ કરી રહેલા પોતાના બેટ્સમેનને ડ્રેસિંગ રૂમમાં પરત બોલાવી લેવા ઇશારો કર્યો હતો.