Rule Change : 1 ફેબ્રુઆરીએ દેશનુ બજેટ રજૂ થનાર છે. આ દિવસે સંસદમાં ઘણી મોટી જાહેરાતો થશે. બીજી બાજુ આ તારીખે દેશમાં કેટલાક મોટા ફેરફાર પણ થવા જઈ રહ્યાં છે. તેમાં એલપીજીના ભાવથી લઈ ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાના નિયમોનો સમાવેશ થાય છે. જેની સામાન્ય લોકો પર સીધી અસર પડશે. ચાલો આવા છ મોટા ફેરફાર પર નજર કરીએ…
આ પણ વાંચો : મયંક અગ્રવાલની તબિયતને લઈ મોટો ખુલાસો, પોલીસ ફરિયાદ દાખલ
LPGનો ભાવ
બજેટના પહેલા દિવસે નિર્મલા સિતારમણ બજેટ ભાષણની સાથે લોકોની નજર LPGના ભાવમાં થનાર ફેરફાર પર પણ રહેશે. દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપની એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. સિલિન્ડરની કિંમતો સામાન્ય લોકોના બજેટને ભારે અસર કરે છે. ત્યારે જોવું રહ્યું કે બજેટના દિવસે એપીજીના ભાવમાં રાહત મળશે કે ભાવ વધારાનો ઝટકો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
IMPS મની ટ્રાન્સફર
આજના સમયમાં એક બેન્કમાંથી બીજી બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ગ્રાહકોને બેન્કના ધક્કા ખાવા પડતા નથી. પરંતું ઘર બેઠા એક ક્લિકમાં જ આ કામ થઈ જાય છે. તેના માટે આઈએમપીએસ મની ટ્રાન્સફર સારુ ઓપ્શન હોય છે. આવતી કાલથી થનાર બદલાવે તેના સાથે જ સંબંધિત છે. 1 ફેબ્રુઆરી 2024થી થનાર બદલાવન અંતર્ગત યુઝર્સ માત્ર રિસિવરના મોબાઈલ નંબર અને બેન્ક અકાઉન્ટનું નામ જોડીને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અનુસાર, હવે તેમાં લાભાર્થી અને IFSC કોડની પણ જરૂર નહિ પડે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
NPS વિડ્રોલ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જાન્યુઆરીમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ ભંડોળનું રોકાણ કેવી રીતે કરવામાં આવે છે તેના પર એક મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો. પેન્શન બોડીએ સ્પષ્ટતા કરી છે કે સબ્સ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકે છે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.
ફાસ્ટેગ eKYC
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી નકામા થઈ જશે. 1 ફેબ્રુઆરીએ યુઝર્સે એ પોતાના ફાસ્ટેગમાં કેવાઇસી પ્રક્રિયા પૂર્ણ કરેલી હોવી જોઈએ. આશરે 7 કરોડ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યાં છે જેમાંથી 4 કરોડ એક્ટિવ છે અને બાકીના 1.2 કરોડ ડુપ્લિકેટ ફાસ્ટેગ છે.
ધન લક્ષ્મી એફડી યોજના
પંજાબ એન્ડ સિંધ બેંક (PSB)ની ‘ધન લક્ષ્મી 444 ડેઝ’ નામની વિશેષ FDની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2024 છે. બેંકે છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2023 થી વધારીને 31 જાન્યુઆરી, 2024 કરી હતી. આવી સ્થિતિમાં જે લોકો FDમાં પૈસા રોકે છે તેઓ તેમાં રોકાણ કરી શકે છે. આ એફડીની સમયમર્યાદા 444 દિવસની છે અને વ્યાજદર 7.4 ટકા તેમજ સુપર સિનિયર માટે 8.05 ટકા છે. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં તેના ગ્રાહકોને હોમ લોન પર છૂટ આપી રહી છે. તે 65 bps જેટલા ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)
ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડની છેલ્લી હપ્તા બહાર પાડશે. SGB 2023-24 સિરીઝ 4 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. જ્યારે અગાઉનો હપ્તો 18મી ડિસેમ્બરે ખૂલ્યો હતો અને 22મી ડિસેમ્બરે બંધ થયો હતો. આ હપ્તા માટે, સેન્ટ્રલ બેંકે સોનાની ઇશ્યૂ કિંમત રૂ. 6,199 પ્રતિ ગ્રામ નક્કી કરી હતી