IPL 2024 Mohammed Shami : IPL 2024 શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ તે પહેલા જ શુભમન ગીલની કપ્તાનીમાં રહેલી ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આખી સિઝનમાંથી બહાર છે.
આ પણ વાંચો : પીએમ કિસાન યોજના : આ દિવસે ખેડૂતાના ખાતામાં પડશે રૂપિયા, જાણો તારીખ
IPL 2024 Mohammed Shami : IPL 2024ની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા અપડેટ પણ આપવામાં આવી રહી છે. ખેલાડીઓ ભલે અહીં અને ત્યાં પોતપોતાની ટીમો માટે રમતા હોય, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝીનું સંપૂર્ણ ધ્યાન તેમની તૈયારી પર છે. આ દરમિયાન એક વખતની IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને મોટો ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા જ એ વાત સામે આવી છે કે ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (mohammed shami) IPLની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. જો કે, અહીં સ્પષ્ટતા કરીએ કે BCCI અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) દ્વારા આ સંબંધમાં કંઇ કહેવામાં આવ્યું નથી. ન તો મોહમ્મદ શમીનું પોતાનું નિવેદન આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે ICC વર્લ્ડ કપ 2023 રમતા જોવા મળ્યો હતો. તે શરૂઆતની કેટલીક મેચો ચૂકી ગયો હતો, પરંતુ તે પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે ફરીથી અણનમ રહ્યો હતો. દરેક મેચમાં તેણે ઘાતક બોલિંગ કરીને વિરોધી ટીમનો પરેશાન કરી હતી. ભારતીય ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેને ઈજા થઈ હતું, પરંતુ આમ છત્તા તે રમતો રહ્યો હતો. વર્લ્ડ કપ બાદ તેને આરામ આપવામાં આવ્યો હતો જેથી તે પોતાની ઈજામાંથી બહાર આવી શકે.
એવું માનવામાં આવતું હતું કે IPL 2024 પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને રમતા જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હજુ લગભગ એક મહિનો બાકી છે, પરંતુ આ દરમિયાન પીટીઆઈને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે મોહમ્મદ શમી સમગ્ર આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ શકે છે. આ અહેવાલ બીસીસીઆઈના સૂત્રો પાસેથી સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘૂંટણની ઈજાને કારણે તે યુકેમાં સર્જરી કરાવશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો
મોહમ્મદ શમી પાસે આઈપીએલનો લાંબો અનુભવ છે. શમી IPLમાં KKR, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. હવે તે GT એટલે કે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા જોવા મળશે. 2013માં IPLમાં ડેબ્યૂ કરનાર મોહમ્મદ શમીએ અત્યાર સુધી 110 મેચમાં 127 વિકેટ ઝડપી છે. આગામી સિઝનમાં તેની ગેરહાજરી GT માટે કોઈ મોટા ફટકાથી ઓછી નથી. હાર્દિક પંડ્યા પહેલા જ ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. હવે જોવું રસપ્રદ રહેશે કે જો શમી ખરેખર આઉટ થાય છે તો ગુજરાત ટાઇટન્સ ટીમમાં તેના સ્થાને કયા ખેલાડીનો સમાવેશ થાય છે.