ગુજરાતના વાલીઓ બાળકોને સાચવજો, શેરીએ શેરીએ ફરી રહ્યું છે મોત

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Ahmedabad Dog Attack : અમદાવાદ શહેરમાં શ્વાનના આતંકનો ભયંકર વિડિયો સામે આવ્યો છે. શહેરના જૂહાપુરા વિસ્તારમાં 14 માસના બાળકને કુતરાએ પોતાનો શિકાર બનાવ્યો છે. કુતરાના હિંસક હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતુ. આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આ પણ વાંચો : Gujarat Weather : શું શિયાળા દરમિયાન રાજ્યમાં થશે માવઠું?

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

મળતી વિગત અનુસાર, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક 14 માસનું બાળક ઘરની બહાર રોડ પર રમી રહ્યું હતુ, તે દરમિયાન એક રખડતા શ્વાને બાળક પર હુમલો કરી ચૂંથવા લાગ્યું હતુ. બાળકે રાડારાડ કરી મુકતા આસપાસના લોકો દોડી આવી શ્વાનના મુખમાંથી બાળકને છોડાવ્યું હતુ. શ્વાનના હુમલા બાદ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. શ્વાનના હુમલાની ભયંકર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળકને શ્વાન શિકાર બનાવે છે.

આ પણ વાંચો : રાજ્યમાં પ્રથમ “જળ ઉત્સવ 2023″નો પ્રારંભ

મહત્વનુ છે કે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ અમદાવાદ મહાનગર પાલિકાનું પેટનું પાણી પણ હલતુ નથી. રખડતા ઢોર અને શ્વાન પર અંકુશ લગાવવાની કામગારીમાં અમદાવાદ કોર્પોરેશન નપાણિયુ સાબિત થયું છે. ગુજરાતમાં શ્વાનના હુમલાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક બાળકોને રખડતા શ્વાન શિકાર બનાવી ચૂક્યા છે. ત્યારે આ મુદ્દે તંત્ર ક્યારે ગંભીરતાથી કામગીરી કરે તે જોવું રહ્યું.