State level celebration of Republic Day : રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ (Republic Day) અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી (State level celebration)નું આયોજન જુનાગઢ (Junagadh) ખાતે કરવામાં આવ્યું છે. જેને લઈ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત
આ વખતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવશે. જેને લઈ જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓની મીટીંગ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને જિલ્લા પોલીસવડા શ્રી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ મિટિંગમાં રાજ્યકક્ષાના આ કાર્યક્રમને લઈને ઉજવણીના સંભવિત સ્થળો, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન થાય અને લોકો જૂનાગઢ ખાતે થનાર આ ઉજવણીમાં સહભાગી બને, વિવિધ કાર્યક્રમો નિહાળે તે માટે ચર્ચા વિચારણા અને આયોજનની રૂપરેખા ઘડવામાં આવી હતી.