રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી – ઊર્જા મંત્રી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gandhinagar : ઊર્જા મંત્રીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું. ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે. રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવતા તેઓ કહ્યું કે…

આ પણ વાંચો : ICC Test Rankingsમાં ભારતનો દબદબો, ટોપ 5માં 3 ભારતીય ખેલાડી

PIC – Social Media

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે ગુજરાતમાં ખેડૂતો (Farmers)ની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ (Energy Minister Kanubhai Desai)એ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઊર્જા મંત્રીએ પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે,ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી.

જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે તેમ,મંત્રી વધુ વિગતો આપતાં કહ્યું હતું.

મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને રાહત

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 26,637 ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક રૂ. 1.67 કરોડની રાહત મળી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેઓએ કહ્યું કે પાટણ જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 13,109 ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક રૂ.6.05 કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં 1,62,325 ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક રૂ. 16.19 કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.