તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચારની વચ્ચે શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે દુબકાના બીઆરએસ ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી સોમવારે

Telangana: ચૂંટણી પ્રચાર દરમિયાન BRS સાંસદ પ્રભાકર રેડ્ડી પર છરી વડે હુમલો, હુમલાખોરની ધરપકડ

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Media
Hyderabad: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચારની વચ્ચે શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે દુબકાના બીઆરએસ ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી સોમવારે સિદ્ધીપેટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક પાદરીના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટોળામાંથી કોઈ અજાણ્યા શખ્સે તેમના પેટમાં ચાકુ મારી દીધું હતું. પ્રભાકર રેડ્ડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીઆરએસ કાર્યકરોએ હુમલાખોરને રેલીમાં પકડી લીધો હતો. અને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. સિદ્ધિપેટ પોલીસ કમિશનર એન. શ્વેતાએ કહ્યું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ચૂંટણી પરિણામ 3 ડિસેમ્બરે આવશે

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ ભીડમાંથી બહાર આવ્યો અને પ્રભાકર રેડ્ડીની સામે આવ્યો. અચાનક તેણે છરી કાઢીને તેમના પેટમાં ઘા કર્યો. આ ઘટના બનતાં સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. સાંસદને ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

Photo: BRS MP Kotha Prabhakar Reddy

સિદ્દીપેટ કમિશનર એન. શ્વેતાના જણાવ્યા અનુસાર, “સાંસદ પ્રભાકર રેડ્ડી સંપૂર્ણપણે ખતરાની બહાર છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ એક ચૂંટણી પ્રચાર માટે દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક એક વ્યક્તિએ તેમના પર છરી વડે હુમલો કર્યો. તેમ ણે કહ્યું. હુમલામાં તેઓ સલામત છે.”

આ પણ વાંચો: રાષ્ટ્રપતિએ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર વ્યક્ત કર્યો શોક, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત

પ્રભાકર રેડ્ડીએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર તરીકે મેડક (લોકસભા મતવિસ્તાર) માટે 2014ની પેટાચૂંટણી જીતી હતી. તેમણે પેટાચૂંટણીમાં 3,61,833 મતોના માર્જિનથી જીત મેળવી હતી, જે વિપક્ષી પાર્ટી માટે મોટો ફટકો હતો.